BREAKING

બોટાદમાં ખનીજ માફિયા બેફામ, ખાણ ખનીજ અધિકારીઓ ને જાનથી મારી નાખવાની આપી ધમકી.


બોટાદ જિલ્લાના રાણપુર માં ભૂમાફિયા દ્વારા ખાણ ખનીજ વિભાગની ફ્લાયિંગ સ્ક્વોડ ના અધિકારીઓ સાથે ઝપાઝપી કરી અને જાનથી મારી નાખવાની ધમકી સાથે હવામાં ફાયરીંગ કરતા ચકચાર મચી ગઇ છે, જો કે ફાયરિંગ કરી અને  ભૂમાફિયાઓ ફરાર થઈ ગયા હતા જો કે તમામ સામે બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.


બોટાદ જિલ્લાના રાણપુર ખાતે આવેલ કનારા ગામ પાસેની ચોકડી પર આવેલ રવિરાજ હોટલ ના કમ્પાઉન્ડમાં ગાંધીનગર થી ગુજરાત રાજ્ય ખાણ ખનીજ વિભાગની ફ્લાયિંગ સ્ક્વોડ ચેકિંગ માટે આવેલી જેઓ એ 2 રેતી ભરેલા ડમ્પર ને અટકાવી કાયદાકીય તજવીજ હાથ ધરતા રાણપુર પંથકના ભૂમાફિયા ઓ ને જાણ થતા 9 થી વધારે ઇસમો સ્થળ પર ઘસી આવી અને હાજર ખાણ ખનીજ વિભાગ ના અધિકારી પ્રતિક કુમાર નટવરલાલ બારોટ ની સાથે ઝપાઝપી કરી અને ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હવામાં ફાયરિંગ કર્યું હતું, અને અધિકારીઓ દ્વારા પકડવામાં આવેલ રેતી ભરેલા બે ડમ્પર લઈને ફરાર થઈ ગયા હતા. 


આ સમગ્ર મામલાની જાણ પોલીસ ને થતાં બોટાદ જિલ્લા એસપી સહિતનો સમગ્ર સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ત્યારબાદ ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર ના ફ્લાયિંગ સ્ક્વોડ ના અધિકારી પ્રતિક કુમાર નટવરલાલ બારોટ દ્વારા રાણપુર પોલીસ સ્ટેશન માં  મોહન ઉર્ફે ભીમા બોળિયા, દેવાભાઈ વરજાંગભાઈ ભૂવા,કાનાભાઇ વિભાભાઈ ભરવાડ, ભીખાભાઈ ધરમશીભાઈ મકવાણા, હિતેશભાઈ વજુભાઈ દુમાદીયા, વનરાજભાઈ બોળિયા, જીગ્નેશભાઈ ધુડાભાઈ, ભોળાભાઈ રાજાભાઈ ચૌહાણ, જગદીશભાઈ શામજિભાઈ ધરજિયા થતા અન્ય બીજા અજાણ્યા શખ્સો એમ 9 થી વધારે લોકો વિરુધ્ધ 307 સહિતની કલમો નોંધી કેસ દાખલ કરવામાં આવ્યો.

આ અંગે ફરિયફ નોંધી અને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે 5 આરોપીઓ ને ઝડપી પાડવામાં આવ્યા હતા તેમજ બીજા અન્ય આરોપી ઓ ની ઝડપવાની તજવીજ હાથ ધરી અને આગળ ની તપાસ હાથ ધરવામાં આવી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો