BREAKING

ભાવનગર માં ભળેલા ગામોના ખેડૂતો સહાય થી વંચિત

ભાવનગર મહાનગર પાલિકામાં ભળેલા ગામના ખેડૂતો રાજ્ય સરકારે જાહેર કરેલી સહાયના લાભથી વંચિત રહેશે, તેવી ભિતી ખેડૂતોને સતત સતાવી રહી છે,એકબાજુ ફોર્મ ભરવાની તારીખ 31 ડિસેમ્બરે પુરી થઈ રહી છે ત્યારે મોટાભાગના ખેડૂતો ને હજુ ઓનલાઇન ફોર્મ ભરવાના પણ બકાઈ છે ત્યારે મેન્યુઅલ ફોર્મ ભરી અને સહાય ચુકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.  અને જણાવ્યું હતુ કે, કચેરીમાં ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે.

આ વર્ષે ખેડૂતો પર કુદરત તો ખફા હતી પરણ સરકાર દ્વારા પણ પરેશાની થઈ રહી છે, ભાવનગર સહિત ગુજરાત માં અતિવસૃષ્ટિ, અને કમોસમી વરસાદે ખેતીનો સોઠ બોલાવી દીધો ચબે ત્યારે સરકારે આવા ખેડૂતોને સહાયની જાહેરાત કરી છે. ખાસ કરીને ભાવનગર મહાનગર પાલિકામાં ભળેલા  નારી, સિદસર, અકવાડા, તરસમિયા રુવા આ પાંચ ગામો હજુ પણ સહાય થી વંચિત છે. સરકારે અતિવૃષ્ટિનો ભોગ બનેલા ખેડૂતોને સહાય આપવાની જાહેરાત તો કરી છે, પણ શહેરમાં ભળેલા ગામના ખેડૂતોે તેનો લાભ લેવા માટે કચેરીઓના ચક્કરો કાપે છે. 

સરકાર દ્વારા આ ગામોના લોકો ને અતિવસૃષ્ટિ , કમોસમી વરસાદની સહાય તો જાહેર કરી છે પરંતુ તેના ફોર્મ ભરવા માટે ગ્રામ પંચાયત કચેરીમાં ઓનલાઇન ફોર્મ ભરવા ફરજીયાત કર્યા છે, આવા સંજોગમાં ગામડાઓમાં ગ્રામ પંચાયતમાં નેટ કનેક્ટિવિટી ના ધંધિયા જોવા મળે છે ત્યારે મોટાભાગના ખેડૂતોના ફોર્મ હજુ ભરાયા નથી. ખેડૂતો ફોર્મ ભરવા માટે  કચેરીમાં જાય તો ફોર્મ સ્વિકારવામાં આવતા નથી, અંતિમ તારીખ ૩૧મી ડિસેમ્બર છે. ત્યારે આ ગામોના ખેડૂતોની હાલત નહીં ઘરના નહીં ઘાટના જેવો સર્જાઈ છે.ત્યારે ખેડૂતો દ્વારા એવી માંગ ઉઠી છે કે મેન્યુઅલ ફોર્મ ભરી સહાય આપવામાં આવે.

જો કર અંગે જિલ્લા વિકાસ અધિકારી જણાવી રહ્યા છે કે જે ગામો કોર્પોરેશન વિસ્તારમાં ભળ્યા છે તે ગામો ના નામ ટેકનીક ખામીના કારણે સોફ્ટવેર માં આવતા નથી, આ બાબતે સરકારને જાણ કરી દેવામાં આવી છે, આવો ઇસ્યુ માત્ર ભાવનગર માં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માં થયો છે. જે અંગે સરકાર દ્વાફ જે સુચના ઓ આવશે તે પ્રમાણે આગળની કામગીરી કરવામાં આવશે.તેમજ મેન્યુઅલ  ફોર્મમાં ડુપ્લીકેટશન નો ભય રહે છે જેના કારણે આધારકાર્ડ ના આધારે ઓનલાઇન અરજી જ સ્વીકરવામાં આવે છે.

કુદરત નો માર સહન કર્યા બાદ હવે ટેક્નિકલ અને સરકારી નિતીરીતિ ના કારણે ખેડૂતો પરેશન થઈ રહ્યા છે ત્યારે આ સમસ્યા નો કોઈ ઉકેલ લાવવમાં આવે તે ઇચ્છનીય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો