ગઈકાલે ભાવનગરના બાલયોગી નગર માં રહેતા જીતેન્દ્રસિંહ હેમુભા ગોહિલ નામના એક યુવકની લાશ તેના જ ઘરમાં પંખા સાથે તીન્ગાયેલી હાલતમાં મળી આવી હતી તેમજ ઘરમાં ઘરવખરી વેરવિખેર હાલતમાં હતી અને પરિવારજનો દ્વારા ઘરમાંથી દાગીના, ટેબ્લેટ અને બાઈક સહિતનો મુદામાલ ગાયબ હતો જે બાબતે મૃતકના ભાઈ દ્વારા ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવતા પોલીસે સ્થળ તપાસ દરમિયાન ઘરની હાલત જોઈ અને હત્યાનો ગુનો નોંધી અને તપાસ આરંભી હતી જે તપાસ દરમિયાન ભાવનગર એલસીબી અને ઘોઘારોડ પોલીસે તેમાં બાતમીદારોને સક્રિય કરતા જાણવા મળેલ કે મૃતક યુવક સજાતીય સબંધો રાખવાનો શોખીન હતો અને તેને વાહીદ નામના યુવક સાથે સજાતીય સબંધો હતા જે બાબતે પોલીસે તપાસ દરમિયના હત્યાનો મુખ્યસુત્રધાર વાહીદ હુસેનભાઈ મોદા, સહેજાદ કુરેશી, સાહિલ કણજોરા તેમજ સરિફ ઈરફાનભાઈ સૈયદ નામના ચરર ઇસમોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી લૂટ માં ગયેલ તમામ મુદામાલ કબજે કર્યો હતો.
આ આરોપીની પૂછપરછ દરીયાન તેમને કબુલ્યું હતું કે આ હત્યાનો મુખ્ય સુત્રધાર વાહીદ પહેલેથી મૃતક સાથે સજાતીય સબધ ધરાવતો હતો અને અને તે મૃતક પાસે સારી મિલકત હોય તેને કાવતરું ઘડી અને સજાતીય સબધ ના નામે સાહિલ કણજોરા અને આરીફ સૈયદ ને મૃતકના ઘેર મોકલેલ અને સજાતીય સબંધ દરમિયના હત્યા નીપજાવી અને લાશને દોરડા વડે પંખા સાથે લટકાવી દીધેલ જેથી પ્રથમ દ્રષ્ટીએ આત્મહત્યા લાગે તેમજ ઘરમાંથી સોના ચાંદીના લૂટી ફરાર થઈ ગયેલ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો