ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા તાજેતરમાં
લેવામાં આવેલ ઓફીસ આસિસ્ટન્ટ અને બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષામાં અનેક સેન્ટરો
પર થયેલ ગેરરીતી ને લઈને સમગ્ર ગુજરાતના પરીક્ષાર્થીઓમાં ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ભાવનગર જીલ્લાના
તળાજા તાલુકામાં પણ પરીક્ષાર્થીઓ મોટી સંખ્યામાં એકઠા થઇ અને મામલતદારને આવેદનપત્ર
પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે ફરીક્ષા ફરીવાર લેવામાં આવે અને ગેરરીતી કરનારા
ઇસમો સામે કાયદેસરના પગલા લેવામાં આવે.
હાલ દેશમાં રોજગારીનો પ્રશ્ન બહુ મોટો
પ્રશ્ન છે ત્યારે રોજગારી મેળવવા માટે લાખોની સંખ્યામાં યુવાનો સ્પધાત્મક પરીક્ષાની
તૈયારીઓ કરતા હોય છે, જો કે આ પરીક્ષા જ્યારે લેવાય છે ત્યારે તેમાં હોશિયાર
વિદ્યાર્થીઓને અન્ય થતો હોય છે, તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં
આવેલ ઓફીસ આસિસ્ટન્ટ અને બિન સચિવાલય ક્લાર્ક ની ભરતીમાં વ્યાપક પ્રમાણમાં ગોટાળા
થયાનો આક્ષેપો થઈ રહ્યા છે, ઘણા જીલ્લાના સેન્ટરો પર સેન્ટરના શિક્ષકો દ્વારા જવાબો
લખાવવા, પરીક્ષામાં કાપલીઓ, મોબાઈલ લાવવા, મોબાઈલમાં ફોટા પાડવા વગેરેના વિડીઓ
ફૂટેજ પણ વાયરલ થયા છે, આ ઉપરાંત ઘણા સેન્ટરો પર થયેલ ગેરીરીતી દબાવવાના પ્રયાસો
વગેરેને લઈને પરીક્ષાની તૈયારીઓ કરતા પરીક્ષાર્થીઓએ અન્યાય થઇ રહ્યો છે ત્યારે આં
ગેરરીતી બાબતે ભાવનગર જિલ્લના તળાજા તાલુકાના પરીક્ષાર્થીઓ મોટી સંખ્યામાં એકઠા થઇ
અને તળાજા મામલતદારને આવેદનપત્ર પાઠવી અને પરીક્ષા રદ કરવા તેમજ જ્યાં જ્યાં પણ
ગેરર્રીતી આચરવામાં આવી છે તે સેન્ટરના જવાબદાર લોકો અને ગેરરીતી કરનારા સામે કડક
પગલા લેવામ આવે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો