પાલીતાણા તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક
સંઘના શિક્ષકો દ્વારા આજે જૂની પેંશન યોજના તથા વિવિધ પડતર પ્રશ્નોને લઈને એક
દિવસીય પ્રતિક ધરણાં કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં પાલીતાણા તાલુકાના
શિક્ષકો જોડાયા હતા અને ધરણા બાદ મામલતદાર ને આવેદનપત્ર પાઠવી અને તેમની રજૂઆત કરી
હતી.
પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના શિક્ષકો નાં
વિવિધ પડતર પ્રશ્નો ને લઈને આજે પાલીતાણા તાલુકા શિક્ષક સંઘ દ્વારા પાલીતાણા
મામલતદાર કચેરી પાસે એક દિવસીય ધરણા નો કાર્યક્રમ રાખી પોતાની વિવિધ પડતર માંગણીઓ
અંગે વિરોધ પ્રદર્શન કર્યું હતું, શિક્ષકો દ્વારા તેમના વિવિધ પડતર પ્રશ્નો જેવા
કે સને ૨૦૦૪ પછીના પ્રાથમિક શિક્ષકોને જૂની પેંશન યોજનાનો લાભ આપો, છઠ્ઠા પગાર
પંચની વિસંગતતા, ફ્ક્સિ વેતન પ્રથા નાબૂદ કરો, પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ ૪૨૦૦
ગ્રેડ આપવા બાબત, સીસીસી પાસ કરેલ પ્રાથમિક શિક્ષકોને મળવા પાત્ર તારીખથી લાભ આપવો
, ૬ થી ૮ના ઊચ્ચ પ્રાથમિક શિક્ષકોને અલગ પે આપવા, શાળાઓ મર્જ નહિ કરવાના પ્રશ્નો
અંગે સરકાર ને રજૂઆત કરવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,
શિક્ષક આગેવાનો એ જણાવ્યું હતું કે
સરકાર પોતાના તાયફામાં શિક્ષકોને જોડીને બાળકોનું શિક્ષણ બગડી રહી છે, તેમની
માંગણીઓ છે કે તેમને વર્ગ ખંડ માં જ રહેવા દેવામાં આવે જેથી શિક્ષણ કાર્ય સારું થઈ
શકે, સરકારની જે કામગીરી છે તે કામગીરી ને અન્ય કર્મચારીઓને સોપવામાં આવે, વર્ષ
દમિયાન શિક્ષકોને શિક્ષણ કાર્ય માટે ૨૩૫ દિવસ મળે છે તેમાંથી ગત વર્ષે ૧૫૦ દિવસ તો
સરકારી કાર્યક્રમો માં જતા રહ્યા તો પછી બાળકોને શિક્ષણ આપવું કેવી રીતે માટે તમામ
શિક્ષકો ને શિક્ષણ શિવાયની કામગીરી ના સોપવી જોઈએ તેમ માની રહ્યા છે.
આ કાર્યક્રમ માં ૨૦૦ કરતા વધુ શિક્ષકો
જોડાયા હતા અને બાદમાં મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આગામી સમયમાં જો
સરકાર દ્વારા તેમની પડતર માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો તેઓ દ્વારા રાજ્ય
કક્ષાથી લઇ રાષ્ટ્રોય કક્ષા સુધીના ધરણા સહિતના કાર્યક્રમો આપશે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો