BREAKING

ભાવનગર પોલીસ જાપ્તા માંથી વધુ બે કેદી ફરાર





સર.ટી હોસ્પીટલના કેદી વોર્ડમાં પોલીસના જાપ્તા હેઠળ સારવાર હેઠળ રહેલા બે કાચાકામ ના કેદીઓ પોલીસકર્મીની આંખમાં મરચા ની ભૂકી નાખી નાસી છૂટ્યા હતા. આ બનાવના પગલે પોલીસનો મસમોટો કાફલો ત્યાં દોડી ગયો હતો અને શહેરમાં નાકાબંધી કરી નાસી છુટેલા કેદીઓ ને ઝડપી લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

હજુ થોડા દિવસો પૂર્વે જ એક કેદી પોલીસ જાપ્તા માંથી સરકારી હોસ્પીટલમાં સારવાર દરમ્યાન નાસી છૂટ્યા ની ઘટના તાજી છે ત્યાં ફરી આવી જ ઘટના બનવા પામી છે. ભાવનગર ની સર.ટી. હોસ્પીટલના કેદી વોર્ડમાં પોલીસ જાપ્તા હેઠળ સારવાર માં રહેલા કિશન ઉર્ફે કાવાભાઇ સોલંકી તેમજ રજુ બાલા સોલંકી કે જે કાચાકામ ના કેદીઓ છે  તે પોલીસકર્મીની આંખમાં મરચા ની ભૂકી નાખી નાસી છૂટ્યા હતા. આ બનાવની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી હાલ શહેરમાં નાકાબંધી કરી નાસી છુટેલા આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

અહેવાલ-વિપુલ બારડ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો