ભાવનગર શહેર નજીકના બુધેલ ગામે થોડા દિવસો પહેલા બુધેલના પૂર્વ સરપંચ દાનસંગ મોરી અને સરપંચ સહિતના લોકો સામે શીપબ્રેકરો ને માર મારવાનો અને લૂટ નો મામલે મામલો ખુબ જ ગરમાયો હતો, શીપબ્રેકરો ની રેલી અને ધરણા બાદ આજે દાનસંગ મોરીના સમર્થનમાં એક યુવક કલેકટર કચેરી પર અનશન પર બેસવા જતા પોલીસે તેની અટકાયત કરી હતી.
શીપબ્રેકરો ને માર મારવાના બાબતે બુધેલના પૂર્વ સરપંચ દાનસંગ મોરી અને સરપંચ ભવાનીસિંહ મોરી સહિતના સામે માર મારવાના અને ૨૫૦૦ રૂપિયાની લૂટ ના કેસ થયા બાદ મામલો ગરમાયો હતો અને શીપબ્રેકરો દ્વારા દાનસંગ મોરીને તાકીદે ઝડપી લેવા ધરણા, રેલી સહિતના કાર્યક્રમો થયા હતા જ્યારે આજે દાનસંગ મોરીના સમર્થન ભાવનગરના ફુલસર વિસ્તારમાં રહેતા ભરતસિંહ ઝાલાએ લૂંટ કેસ પાછો ખેચવા અને યોગ્ય ન્યાયીક કાર્યવાહી કરવા અંગે અનશન પર ઉતારવાની ચીમકી આપી હતી અને તેને જ્યાં પણ રાખવામાં આવશે ત્યાં તે તેના અનશન ચાલુ રાખશે તેમ ચીમકી આપ્યા બાદ આજે તે કલેકટર કચેરીએ અનશન પર બેસતા પોલીસે તેની અટકાયત કરી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.
અહેવાલ-વિપુલ બારડ


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો