મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીનો ૪૧ મો ખેલકૂદ મહોત્સવ નો આજથી ભાવનગરની નંદકુવરબા મહિલા કોલેજના યજમાન પદે સીદસર રોડ પર આવેલ સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે ભારે ઉત્સાહ અને દબદબાભેર પ્રારંભ થયો, આ કાર્યક્રમ ભાવનગરના યુવરાજ સહિતના મહાનુભવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીનો ૪૧ મા ખેલકૂદ મહોત્સવનો આજથી દબદબાભેર પ્રારંભ થયો છે, આ ખેલ મહોત્સવમાં જુદી જુદી દોડ, ગોળા ફેંક, ચક્રફેંક, બરછી ફેંક, લાંબી કુદ, ઉંચી કુદ, રીલે દોડ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવશે. ખેલકુદ સમારોહનું ઉદ્ઘાટન સમારોહ માં એમ.કે.બી.યુ.ના કુલપતિ ડૉ.મહિપતસિંહ ચાવડા, ભાવનગર રાજવી પરિવારા જયવીરરાજસિંહ ગોહિલ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી લીલી ઝંડી આપી ખેલ મહોત્સવનો પ્રારંભ કર્યો હતો, આ ૪૧મ યુનિવર્સીટી ખેલ મહોત્સવનું યજમાન પદ આ વર્ષે ભાવનગર ની નંદકુવારબા મહિલા કોલેજ ને મળ્યું છે,
બે દિવસ ચાલનારા આ ખેલ મહોત્સવમાં ભાવનગર ના ખેલાડીઓ ભારે ઉત્સાહ સાથે વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે અને ઉચ્ચ સ્પર્ધામાં પહોચવાના તમામ પ્રયસો કરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને ભાવનગર ના ખેલાડીઓ રાજ્ય,રાષ્ટ્રીય કે આંતર્રાષ્ટ્રીય કક્ષાએ પહોચે તેવી અપેક્ષા તમામ મ્હાનુભવોએ વ્યક્ત કરી હતી.
અહેવાલ-વિપુલ બારડ




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો