BREAKING

પાલીતાણા ખાતે એસ.સી.જી હોસ્પિટલ દ્વારા પોલીસ પરિવાર માટે ફ્રી નિદાન કેમ્પ યોજાયો.


રાત દિવસ દિવસ,ટાઢ તડકો કે વરસાદ  જોયા વિના સતત લોકોની સુરક્ષા કરતા પોલીસ જવાનો લોકોની સુરક્ષા ને લઈને પોતાના સ્વાસ્થ પર ધ્યાન આપી શકતા નથી, માટે આવા પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો ની ચિંતા એ.સી.જી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે.ભાવનગર ની એસ.સી.જી હોસ્પિટલ દ્વારા આજે પાલીતાણા ખાતે પાંચ ડિવિઝન ના પોલીસ સ્ટાફ તેમજ તેમના પરિવારજનો નું ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કેમ્પ માં મોટી સંખ્યાના લોકોએ પોતાના સ્વાસ્થ્ય નું ચેકઅપ કરાવ્યું હતું, આ કેમ્પને સફળ બનાવવા  પાલીતાણા ના પોલીસ અધિકારીઓ એ ભારે જહેમત ઉઠાવી હતી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો