BREAKING

ભાવનગર ના લેપ્રેચી ના દર્દીઓની હાલત કફોડી

એક બાજુ વડાપ્રધાન” આયુષ્યમાન ભારત” યોજનામાં કરોડો ની રૂપિયા આરોગ્ય પાછળ ફાળવ્યા ની જાહેર્તાઓ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ ભાવનગર માં રક્તપિતના દર્દીઓ હાલ દરિદ્રો જેવું જીવન ગુજારી રહ્યા છે, નથી તેમને સારવાર આપવામાં આવતી કે નથી દવા આપવામાં આવતી, નથી સરકાર તરફથી કોઈ સહાય કે નથી રહેવા માટે પુરતી સગવડ, અને તેઓ સાજા થઇ ગયા છે તેવા બહાના હેઠળ લેપ્રેચી હોસ્પિટલને એનકેન પ્રકારે બંધ કરવની પેરવી થઇ રહી હોય તેમ લાગે છે, જુવો કેવી સ્થિતિ માં જીવે છે આ કુષ્ઠરોગના દર્દીઓ.


સરકાર દ્વારા આરોગ્યની જાહેરાતો પાછળ, તાયફો કરવામાં કરોડો ખર્ચ કરવામાં આવે છે,પરંતુ ભાવનગરમાં કુષ્ઠરોગીનોની હાલત જોઈએ તો આ કરોડોનો ખર્ચ પાણી માં ગયો બરાબર લાગે છે, જે ગાંધીજી બાપુના નામ પર આજના રાજકારણીઓ રાજકારણ કરી રહ્યા છે, જે બાપુના મોટા-મોટા ફોટો આ નેતાઓ પોતાની ચેમ્બરમાં લગાવી ને બેઠા છે તે બાપુના સિદ્ધાંતો, તે બાપુની સેવા, તે બાપુની કુષ્ઠરોગીઓ પ્રત્યેની લાગણીને દુખ ને ભૂલી ગયા છે, માત્ર જાહેરાતો કે ફોટા લગાવી દેવાથી કોઈ સેવા નથી થઇ જતી, જે બાપુના નામે આજના નેતાઓ ચરી ખાય છે તે બાપુ જાતે કુષ્ઠરોગીઓની સેવા કરતા હતા તે આ નેતાઓ ભૂલી ગયા છે, અરે એ બધું તો ભૂલી ગયા પરંતુ આ રોગના રોગીને પણ ભૂલી ગયા હોય તેમાં ભાવનગરમાં લેપ્રેચીના દર્દીઓને જાણે શહેરના એક ખૂણે મરવા છોડી દીધા હોય તેવી હાલત છે આ દર્દીઓની,


ભાવનગરના છેવાડે રૂવાપરી નજીક આવેલ મહાત્મા ગાંધી કુષ્ઠરોગી કોલોની અને બાજુમાં આવેલ લેપ્રેચી હોસ્પીટલમાં રહેતા દર્દીઓ આજે પણ અછૂત જેવું જીવન જીવી રહ્યા છે, લોકો તેમની સામે છુઆછૂતની નજરે જોઈ રહ્યા છે, પરંતુ આ લોકો પણ માણસ છે, તેમને પણ જીવન જીવવાનો હક છે, તેઓ પણ આત્મ સન્માન સાથે જીવન જીવવા માગે છે, તેઓ સરકાર પાસે મફતની સહાયની નહિ પરંતુ આત્મસન્માન સાથે જીવી શકે તેવી માંગ કરી રહ્યા છે અને જો સરકાર અ ન કરી શકે તો ઈચ્છા મૃત્યુ આપે તેવી બુહાર લગાવી રહ્યા છે આ દર્દીઓ, જો કે તેમની વેદના, તેમનું દુઃખ, તેમની કકળતી અતારડી આ રાજકીય નેતાઓ કે સરકાર ક્યાં દેખાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો