BREAKING

ગારીયાધાર બાબર સમાજ દ્વારા સમૂહલગ્ન યોજાયા.


ગારીયાધાર

ગારીયાધાર તાલુકા સમસ્ત બાબર જ્ઞાતિ સમાજ દ્વારા ભવ્ય સમૂહલગ્ન નું આયોજન કરવામાં આવ્યું જેમાં અગિયાર નવ દંપતીએ પ્રભુતા માં પગલાં પાડ્યા હતા. બાબર સમાજના કુલગોર મનસુખદાદા એ વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન વિધિ કરાવી હતી, સમૂહલગ્નમાં સમસ્ત બાબર સમાજના આગેવનો, સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, સમૂહલગ્ન ને સફળ બનાવવા ગારીયાધાર બાબર સમાજના આગેવનો કાર્યકરો તેમજ સમાજના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી, 

સમૂહલગ્ન દરમિયાન સમાજની દીકરીઓ આગેવનો દ્વારા તેમની આગવી શૈલી માં પ્રવચન આપી સ્ત્રિભુણ હત્યા, સમાજના કુરિવાજો અંગે સમજણ આપી હતી. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો