BREAKING

તળાજા ના ધારડી ગામે રસી આપ્યા બાદ માસુમ બાળકનું મોત થયાનો પરીવારજનોનો આક્ષેપ

ભાવનગર

ભાવનગર ના તળાજા તાલુકાના ધારડી ગામે આરોગ્ય વિભાગની બેદકારીના કારણે ૫૨ દિવસના માસુમ બાળક મોત ને ભેટયાનો આક્ષેપ થયો છે.પરિવારજનો ના જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે જુદી-જુદી રસીઓ આપ્યા બાદ બાળકની તબિયત અચાનક લથડતા આખરે બાળક મોતને ભેટ્યો હતો. બાળકના પરિવાજનો દ્વારા બાળકના પીએમ માટે ભાવનગર સર.તી હોસ્પિટલ લઈ આવ્યા હતા.

ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના ધારડી ગામે ખેતમજુરી કરીને ગુજરાત ચલાવતા દેવીપુજક વાઘેલા મગનભાઈ મનજીભાઈ નો ૫૨ દિવસ ની ઉમર ધરાવતા બાળકને ગઈકાલે તળાજા આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા જુદા-જુદા પ્રકારની રસીઓ અને પોલીયોના ડોઝ આપ્યા બાદ બાળકની તબિયત અચાનક લથડી હતી, જો કે બાળક ને તેની પરિવાર હોસ્પિટલ સારવાર લઈ જાય તે પહેલ બાળકનું મોત નીપજયું હતું, આ અંગે તળાજાના આરોગ્યના અધિકારીઓને જાણ થતા તેઓ તાબડતોબ ધારડી ગામ પહોચ્યા હતા અને બાળકના મૃતદેહને તળાજા પીએમ માટે લઇ જવા પરિવારજનો ને આગ્રહ કર્યો હતો, જો કે પરિવારજનો દ્વારા બાળકનું પીએમ ભાવનગર ખાતે જ કરવાનો આગ્રહ રાખી અને ખાનગી બાળકના મૃતદેહને ભાવનગર સર.ટી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો, જો કે ત્યાં પણ તેનું પીએમ કલાકો વીતવા છતાં પણ પીએમની કાર્યવાહી હાથ ધરવામાં ના આવતા પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. જો કે આ અંગે આરોગ્ય વિભાગ મૌન એવી રહ્યું છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો