BREAKING

જમીન સંપાદન મામલે ઘોઘા તાલુકાન 12 ગામોના લોકોનો અનોખો વિરોધ.

ભાવનગર

ભાવનગર ના ઘોઘા તાલુકાના ૧૨ ગામો ની જમીન જીપીસીએલ કંપની દ્વારા સંપાદિત કરવાના મામલે ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.જેમાં આજે ૧૨ ગામો ના લોકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.જેમાં આજે મલેકવદર ગામે આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો ના વાલીઓ દ્વારા આચાર્ય ને લીવીંગ સર્ટીફિકેટ આપવા અંગે અરજી કરી હતી તેમજ આજથી જ પોતાના બાળકો ને શાળામાંથી લઇ ને રવાના થયા હતા.

ઘોઘા તાલુકાના બાડી-પડવા-હોઈદડ-મલેકવદર સહિતના ૧૨ ગામો ના અનેક ખેડૂતોની જમીન જીપીસીએલ કંપની માટે વર્ષ ૧૯૯૭ થી સંપાદિત કરવામાં આવી હતી.જેમાં ૨૦ વર્ષ સુધી કોઈ કામગીરી ના કર્યા બાદ થોડા સમયથી આ જમીન પર જીપીસીએલ દ્વારા કબજો મેળવી તેમાં લિગ્નાઇટ કાઢવાની કામગીરી કરવામાં આવનાર હોય જેથી ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે .જેમાં ૨૦૧૩ ના અધિનિયમ ની કલમ ૨૪(૨) મુજબ ફરી સંપાદિત કરી નવેસર થી વળતર આપવાની માંગ કરવામાં આવી રહી છે પરંતુ આ મામલે સરકાર કે કંપની દ્વારા વળતર અંગેની કોઈ વાત ન કરવામાં આવતા આ ગામો ના લોકો દ્વારા રેલી કાઢી-સંમેલનો યોજી વિરોધ કરવામાં આવી રહ્યો છે .જેમાં બે દિવસ પહેલા પોલીસ દ્વારા કરવામાં આવેલ લાઠીચાર્જ થી લોકોમાં ભારે રોષ છવાયો છે અને સરકાર કે કંપની દ્વારા વળતર અંગે ની કોઈ માંગ ના સ્વીકાર કરવામાં આવતા આખરે આજે આ તમામ ગામોના લોકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.જેમાં આ ગામની પ્રાથમિક ન્શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકો ના વાલીઓ દ્વારા પોતાના બાળકો ને જ્યાં સુધી આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય ના આવે ત્યાં સુધી અભ્યાસ નો બહિષ્કાર એટલેકે આજે વાલીઓ અરજીઓ સાથે મલેકવદર શાળા એ પહોચ્યા હતા.અને આચાર્ય ને અરજી આપી તેમના બાળકો ને જમીન સંપદાન મામલે ભારે વિરોધ ના કારણે શાળા છોડવા માટેના લીવીંગ સર્ટીફીકેટ આપવા ની માંગ કરી હતી.

આજે શાળાએ વિદ્યાર્થીઓ ની માતાઓ પણ પહોચી હતી અને શાળા છોડવા અંગે ની રજૂઆત તેમના દ્વારા પણ કરવામાં આવી હતી. તેમના કહેવા મુજબ જો અમારી પાસે જમીન ના રહે તો અમારે બાળકો નો અભ્યાસ કરાવવો મુશ્કેલ બની જશે અને જેથી અમો બાળકો ને મજુરી કરાવી અને જીવન નિર્વાહ કરીશું. જેથી આ મામલે ૧૨ ગામો ની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૩૦૦૦ બાળકો આગામી દિવસોમાં શાળા છોડશે.જયારે આજથી પોતાના બાળકો ને અભ્યાસ છોડાવી શાળા માંથી રવાના થયા હતા.

જમીન સંપાદન ના મામલે વિરોધથી બાળકો હવે શાળા છોડવા મજબુર બન્યા છે. તેઓ કહી રહ્યા છે કે આ અમો હવે મજુરી કરી ને જીવન જીવીશું.સરકાર ને અમો ભણીએ એમાં રસ જ ના હોય , અમો યોગ્ય જીવન જીવી શકીએ તે બાબત નું નિરાકરણ જો આ સરકાર ન લાવે તો અમો અમારા માતા પિતા ને બોજ બનવા કરતા મજુરી કરીશું.

આ બાબતે મલેકવદર ની પ્રાથમિક શાળાના આચાર્ય ને પૂછતાં તેમને પણ કહ્યું કે આ વિસ્તારની જમીન સંપાદન ના મામલે થઇ રહેલા ભારે વિરોધ ના કારણે બાળકો ને તેના વાલીઓ અભ્યાસ છોડાવી રહ્યા છે .જેમાં આજે તેમની શાળામાં ૯૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે પૈકી ૨૦ જેટલા બાળકો ને વાલીઓ દ્વારા આજે શાળા છોડવા માટેની અરજી આપવામાં આવી છે .

વાલીઓનો આ પ્રકારે વિરોધ કરી સરકાર અને કંપની નું નાક દબાવવા નો પ્રયાસ કેટલો સફળ નીવડશે તે તો જોવું રહ્યું પરંતુ આ સમગ્ર બાબત માં કેટલાય વિદ્યાર્થીઓ નું ભણતર બગડશે તેની કલ્પના જ કરાવી રહી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો