ભાવનગર. 31 માર્ચ.
ભાવનગર નાની ખોડિયાર મંદિર ખાતે ચાલી રહેલ ભાગવત કથા સાથે ગૌશાળા નો પ્રારંભ કરાયો. આ ગૌશાળા ના ટ્રસ્ટી તરીકે યુવા પત્રકાર પ્રેમ કંડોલિયા ની વરણી કરવા માં આવી છે. દરેક ની લાગણી અને ખોડિયાર પીઢાધિશ્વર પૂ.ગરીબરામ બાપુ ના આગ્રહ ને માન આપી તેમના આશિર્વાદ સાથે તેઓ એ આ સંસ્થા માં સ્થાન સાંભળ્યું છે. આ તબક્કે મહામંડલેશ્વર પૂ.શ્રી કણીરામરામ બાપુ (દુધરેજ)એ શાલ ઓઢાડી તેઓ નું સન્માન કર્યું હતું. તેમની સાથે અન્ય નગર શ્રેષ્ઠીઓ અને ઉધોગપતિઓ ઓ ટ્રસ્ટ માં જોડાયેલ છે.
ગૌશાળા પ્રારંભ નિમિતે યોજાયેલ ભાગવત કથા માં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિત ના મહાનુભાવો એ ઉપસ્થિત રહી આશિર્વાદ મેળવ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો