BREAKING

ભાવનગર :ગંગાજળિયા કાર્નિવાલ 2018 નો પ્રારંભ


ભાવનગર

ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા છેલ્લા ૩ વર્ષથી ભાવનગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે .ગંગાજળિયા કાર્નિવલ-૨૦૧૮ શીર્ષક હેઠળ ત્રિદિવસીય કાર્યક્રમ નો પ્રારંભ આજે થયો હતો. ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ સ્થાનિક નેતાઓ દ્વારા દિપપ્રાગટ્ય કરી આ કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સૌ સાથે મળી ને શહેર ના સ્થાપના દિવસની ઉજવણી ના આ દિવ્ય અવસરે મોટી સંખ્યામાં ભાવેણા વાસીઓ ઉમટી પડ્યા હતા.

ભાવસભર ભાવનગરના સ્થાપના દિવસની ઉજવણી ત્રીજા વર્ષે પણ ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે. અખાત્રીજના દિને શહેર નો સ્થાપના દિવસ હોય ત્યારે તે અગાઉ ત્રણ પૂર્વે તેની ઉજવણી નો પ્રારંભ થાય છે ત્યારે આ વર્ષે પણ શહેરના બોરતળાવ કૈલાસવાટિકા ખાતે ગંગાજળિયા કાર્નિવલ-૨૦૧૮ કાર્યક્રમનું ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ સ્થાનિક નેતાઓ દ્વારા દિપપ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગંગાજળિયા કાર્નિવલ-૨૦૧૮ રાજકવિ પિંગળશી પાતાભાઈ નારોલાને અર્પણ કરવામાં આવ્યો છે જયારે આ કાર્યક્રમમાં યોજાનાર ગીતસંગીત નો કાર્યક્રમ કલાગુરુ મહમદભાઈ દેખૈયા ને અર્પણ કરવામાં આવ્યો છે સાથે સાથે કલાગુરુ સ્વ.ખોડીદાસભાઈ પરમારના પરિવારને  ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દિવ્ય અવસરે ભાવેણા વાસીઓને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને શુભેચ્છા પાઠવી હતી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો