BREAKING

સુરત સ્મીમેર હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ કરનાર મહિલા ઝડપાઇ.


સૌજન્ય. અરવિંદ રાઠોડ.સુરત

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલનઆ વોર્ડમાં દાખલ કરાયેલી મહિલાના 3 વર્ષના પુત્રને કોઈ અજાણી મહિલા ઉપાડી ગઈ હતી. જે અંગે પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે સીસીટીવીના આધારે અજાણી મહિલાને કામરેજથી ઝડપી પાડી હતી. અને બાળકને સહિસલામત રીતે બચાવી લીધું હતું.અને મહિલા એકલી હતી કે કોઈ ગેંગ એ દિશામાં તપાસ હાથ ધરી છે.

સ્મીમેર હોસ્પિટલમાં ગાયનેક પ્રોબ્લેમના કારણ ગણેશ રાઠોડની પત્નીને દાખલ કરવામાં આવી હતી. સી-1 વોર્ડમાં દાખલ કરાયેલી મહિલા તેના 3 વર્ષ પુત્ર સાથે સૂતી હતી. એ દરમિયાન મળસ્કે પાંચેક વાગ્યે કોઈ અજાણી મહિલા ગણેશ રાઠોડના 3 વર્ષના પુત્રને કાંખમાં બેસાડી નાસી ગઈ હતી. ત્યારબાદ માતાની આંખ ખુલતા પુત્રને પાસે ન જોતા રાડા રાડ કરી મુકી હતી. અને વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં મહિલા કામરેજથી ઝડપાઈ હતી. અને બાળકને સહિસલામત રીતે બચાવ્યું હતું.


 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો