BREAKING

સુરત  વોર્ડ 3 ના કોર્પોરેટર દ્વારા આમરણાંત ઉપવાસની ચિમકી.


સૌજન્ય. અરવિંદ રાઠોડ.સુરત

વરાછા વિસ્તારમાં તાપી નદી કિનારે ટ્રકો દ્વારા ગેરકાયદે પુરાણ કરવામાં આવ્યું હોવાનું કોંગ્રેસના વોર્ડ નંબર 3ના કોર્પોરેટરે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું.  જેને લઈને કલેક્ટર આવેદન પત્ર આપી  રજૂઆત કરવામાં આવશે.

વરાછા વિસ્તારની આશરે 500 મીટર લંબાઈ અને 150 મીટર પહોળાઈમાં  150 ટ્રકો દ્વારા ગેરકાયદે તાપી નદીમાં પુરાણ કરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જેને લઈને એક પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે, લેખિત અને મૌખિક બંને રીતે ફરિયાદ કરવામાં આવી હતી. જોકે, કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી 5 દિવસમાં નિરાકરણ નહીં આવે તો આમરણ ઉપવાસની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. અને કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો