સૌજન્ય. પાર્થ મજેઠીયા. ભાવનગર
જે જમીનમાં કાળા તડકાની કાળી મજુરી કરી અને સુખેથી મહેનતનો રોટલો ખાતા ખેડૂતો હવે સરકાર અને તંત્ર ના પાપે કાળા તડકાના રોડ પર ઉતરી આવ્યા છે, વાત છે હોઈદડ-પડવા અને આજુબાજુના ૧૨ ગામના ખેડૂતોની, આ ૧૨ ગામના ખેડૂતોની જમીન સરકાર દ્વારા જીપીસીએલ કંપની માટે સંપાદિત કરવામાં આવી હતી અને હવે વર્ષો બાદ કંપની કોઈપણ સંજોગમાં આ જમીન નો કબજો મેળવવા ઈચ્છી રહી છે ત્યારે આ ૧૨ ગામના પણ કોઈપણ સંજોગમાં જમીન નહી આપીએ તેવી નિર્ધાર કરી ને બેઠા છે, ત્યારે આજે પડવા થી ગાંધીનગર વિધાનસભા સુધી નીકળનાર રેલીને તંત્ર એ મંજુરી નહિ આપતા તેઓ દ્વારા આ રેલી યોજી અને આજુબાજુના ૧૨ ગામોમાં ફરી રહ્યા છે અને લોકોને જમીન માટે જાગૃત કરી રહ્યા છે.
ભાવનગર જીલ્લા ઘોઘા તાલુકાના હોઈદડ તેમજ આજુબાજુના ૧૨ ગામની જમીન વર્ષ ૧૯૯૭ તેમજ ત્યારબાદના જુદાજુદા સમયે સરકારી લિગ્નાઇટ કંપની જીપીસીએલ દ્વારા સંપાદિત કરવામાં આવી હતી, જો કે ૧૯૯૭ બાદ આં તમામ જમીનો જીપીસીએલની માલિકીની છે અને હાલ ભાવનગર નજીકના પડવા પ્લાન્ટ માં પણ લિગ્નાઇટની તંગી સર્જાઈ છે જેના કારણે સરકાર દ્વારા આ સંપાદિત કરેલ જમીન પર તાકીદે માઈનીંગ કામગીરી શરુ કરવાના આદેશના પગલે છેલ્લા ઘણા દિવસો પહેલા જીપીસીએલ દ્વારા આ જમીન પર કબજો મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છે, જો કે ગામલોકોના માટે આ જમીન પર પાંચ વર્ષ સુધી કોઈ કામગીરી કરવામાં નહિ આવતા આ જમીન સરકારના નિયમ મુજબ જેમની પાસે કબજો છે તેની છે, પરંતુ કંપની આ જમીનનો કબજો મેળવવા તમામ પ્રયાસો કરી રહી છે પરંતુ આજુબાજુના ૧૨ ગામોના લોકોના સગઠનના કારણે આ જમીન પર કબજો મેળવવા માં સફળ રહ્યા નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો