સૌજન્ય.વૈશાલી કગરાણા. માંગરોળ.
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનાં કામનાથ -કોટડા રોડ ઉપર વષો જુના વડલાઓ ઉભા છે જે આવતા જતા વટેમાર્ગુ ઓ માટે આશીર્વાદ રૂપ છે આવા આશીર્વાદ રૂપ વડલા ઓ ને અચાનક જ કોઈ ની નજર લાગી હોય તેવું લાગે છે .
આજ થી થોડા દિવસ પહેલાં ત્યા ભીષણ આગ લાગી હતી આવા આગ લાગવાના બનાવો હવેતો રોજ રોજ ના થય ગયા છે,છેલ્લા એક અઠવાડિયા મા ઓછા મા ઓછા વિસ (20) જેટલા વડલાઓ બળી ગયા ની વાત સામે આવિ છે તો શું આના માટે કોઈ તંત્ર જવાબદાર છે? કે પછી કુદરતી આફત જ આવે છે? તેની માહિતી માટે અધીકારી શ્રી ઓ ને પુછવામા આવ્યુ તો એક બીજા પર દોષ ના ટોપલા ઠાલવવા લાગ્યા
એમના દ્વરા કહેવામાં આવ્યું કે અહિયા નગરપાલિકા દ્વરા કોઈ સફાઈ કરવામાં ન આવતિ હોવાથી સુકા પાંદડાઓ અને પ્લાસ્ટીક મા આવતા જતા વટેમાર્ગુઓ સળગાવેલી બીડી કે બિડી સળગાવિ ફેંકી દેવામા આવેલી દિવાસડિ થિ આગના બનાવો બનવાની શક્યતાઓ છે.
ઝાલા સર ( આર.એફ.ઓ)માંગરોળ વિસ્તરણ વિભાગ
વિચારવા જેવી વાત એ છે કે શું વટેમાર્ગુ ઓ રાત્રે જ સળગાવેલી બીડી અને દિવાસળી ફેંકે છે? દિવસ દરમિયાન ક્યારે પણ આવા આગના બનાવો બન્યા જ નથી તો આને હવે શું સમજવું? દિ
વસ દરમિયાન આવિ ધટના ન થવાના કારણ મા જાળવતા શામળા સાહબ એ કહ્યુ કે પુરો દિવસ ગરમિ પડે એટલે રાત્રે પાંદડા ગરમ થયજાય તને કારણે આગ લાગે છે. તેથી તેઓ પણ દોષ નો ટોપલો હરિ ફરિને સફાઈ ના થવાથી જ આગ લાગવાનું કારણ બતાવ્યું .
--વિ.કે.શામળા (રાઉન્ડ ફોરેસ્ટર)
ચાવડા સાહેબ ને સફાઈ ન કરવામાં આવતિ હોવાથી આગ લાગે છે તેવુ કહેવામાંઆવ્યું તો તેના જવાબ મા એવુ કહેવામાં આવ્યું કે એ વિસ્તાર નગરપાલિકા ની હદ મા નથી આવત .
પી.એ.ચાવડા (ચિફ ઓફિસર માંગરોળ નગરપાલિકા)
હવે આના પરથી શુ સમજવું? આવિ પકૃતિ ની નૂકશાની કેવિ રિતે રોકિ સકાય? શું આના માટે કોઈ તંત્ર જવાબદારી લેશે? આવા અનેક સવાલો અત્યારે લોકો ને ખટકી રહ્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો