સૌજન્ય. અરવિંદ રાઠોડ.સુરત
સીટી સુરતને ન છાજે તેવો વિડિઓ આજ રોજ સુરતના સોસીયલ મીડિયા પર વાયરલ થયો છે...જે વિડિઓ સુરતના મજુરાગેટ વિસ્તારમાં આવેલ જય જવાન જય કિસાન સ્ટેચ્યુ ના ગાર્ડનનો વિડિઓ હોવાનું બહાર આવ્યું છે...સોસીયલ મીડિયા પર વાયરલ થયેલ બીભત્સ વિડિઓ બાદ સુરત પોલીસ સફાલી જાગી છે અને કાર્યવાહીનો દૌર શરૂ કર્યો છે...
સુરત નો આ વિસ્તાર છે મજુરાગેટ ચાર રસ્તા...જ્યાં દરરોજ અસંખ્ય વાહન ચાલકો સહિત લોકોની અવર- જ્વર જોવા મળે છે...બીજી તરફ સ્માર્ટ સીટી ની શોભા - વધાવતા આ સ્ટેચ્યુ પણ લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે..જો કે અહીં બનાવવામાં આવેલ ગાર્ડન શહેરીજનો માટે બેસવા - ઉઠવા માટે બનાવવામાં આવ્યું છે ,જ્યારે આ ગાર્ડનમાં તો સાંજ ઢળતાની સાથે જ દેહ - વેપાર જેવી પ્રવૃતી ખુલ્લેઆમ શરૂ થઈ જાય છે...છતાં પોલીસને આ બદી નજરે સુધા નથી ચઢતી.... જેના કારણે ભોગ સામાન્ય પ્રજા અને અન્ય મહિલાઓ તેમજ યુવતીઓએ બનવું પડતું હોય છે...છેલ્લા લાંબા સમયથી સાંજ ઢળતાની સાથે અહીં લલનાઓનો મેળો જામે છે...જ્યાં અહીંથી આવતા- જતા લોકો સાથે જાહેરમાં બીભત્સ ચેનચાળા કરતી જોવા મળે છે...હદ તો ત્યારે વટાવી જ્યારે આજ રોજ એક વિડિઓ સુરતના સોસીયલ મીડિયા પર વાયરલ થયો....જેમાં બે લલના અને બે ગ્રાહકો જાહેરમાં બીભત્સ ચેનચાળા કરતા જોવા મળે છે...જે સૌ કોઈને શ્રોભજનક સ્થિતિમાં મૂકી દે તેમ છે...જે પ્રમાણે સોસીયલ મીડિયા પર વિડિઓ વાયરલ થયો કે તુરત જ સફાળી જાગેલી પોલીસે કાર્યવાહીનો દૌર શરૂ કર્યો .....પિસીબી પોલીસે અહીં છાપો મારી જાહેરમાં ચેનચાળા કરતી દસ લલનાઓ ની અટકાયત કરી હતી...પરંતુ અહીં પ્રશ્ન એ ઉઠે છે કે હમણાં સુધી સુરત પોલીસ આ બદી સામે ઉંઘતી રહી હતી કે શું જેવા સવાલ ચર્ચાના ઘેરામાં છે..જો કે હાલ અહીં પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે...પરંતુ સ્થાનિક લોકો આ બદી કાયમી ધોરણે બંધ કરવાની માંગ કરી રહ્યાં છે...ત્યારે પોલીસ હવે આ બદી કાયમી ધોરણે બંધ કરી પ્રજાને ક્યારે આ મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે છે તે જોવું રહ્યું....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો