સૌજન્ય.અરવિંદ રાઠોડ
સુરત
સુરતમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની ઓલરાઉન્ડર કપિલ દેવ સુરતના મહેમાન બન્યા હતા. સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન દ્વારા દિયા ટી20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડીયમમાં તારીખ 27 માર્ચથી 8 એપ્રિલ સુધી આયોજન કરાયું છે. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન આજે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ દ્વારા કરવામાં આવ્યું હતું..
ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં અઠવા ક્રિકેટ ક્લબ, અવધ એવેન્જર્સ, બ્લુ વોરીયર્સ, મનોહર લાયન્સ, ગુલશન રાઈડર્સ, સુરત સ્ટ્રાઈકર્સ, ડુમસ ક્રિકેટ ક્લબ, સુરત ઓલ સ્ટાર્સ, અટલ જૈન પ્રાંત, અરીહંત ટાઇગર્સ જેવી ટોટલ 10 ટીમો ભાગ લેશે. જેમાં એક ટીમમાં ફરજીયાત 6 ખેલાડી સુરતના રાખવામાં આવ્યા છે..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો