BREAKING

લોકોએ સોનાની ખરીદી કરી ધનતેરસ નું મુર્હત સાચવ્યું.



ભાવનગર બ્યુરો.

આજે ધનતેરસના પર્વે સોના-ચાંદી બજારમાં રોનક જોવા મળી રહી છે. આજનો દિવસ સોના-ચાંદીની ખરીદી માટે ઉત્તમ માનવામાં આવતો હોય અને જેનું આજે ખરીદી બાદ લક્ષ્મીપૂજન પણ કરવામાં આવતું હોય ત્યારે આજના ખાસ દિવસે લોકો મોટા પ્રમાણમાં સોના-ચાંદી ની ખરીદી કરી રહ્યા છે. જીએસટી બાદ સરકારે ૨ લાખ સુધી ની ખરીદી પર પાનકાર્ડ ની છૂટી આપતા વેપાર માં થોડી તેજી જોવા મળી રહી છે.

નોટ્બંધી અને જીએસટીના માર થી મુશ્કેલીમાં મુકાયેલા સોના વેપારીઓ માટે આજનો ધનતેરસનો દિવસ શુભ જોવા મળી રહ્યો છે. જીએસટી બાદ થોડા દિવસો પૂર્વે સરકારે ૨ લાખ સુધીની ખરીદી પર પાનકાર્ડની જોગવાઈ દુર કરતા અને દિવાળીના સમયે લોકોને પગારની સાથે બોનસ પણ મળતા લોકો આજના દિવસે શુકન માટે સોના-ચાંદીની ખરીદી કરી રહ્યા છે. આજે તમામ સોની વેપારીઓની દુકાનો પર ગ્રાહકો સોનાચાંદીની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. જયારે વેપારીઓ પણ આજના દિવસે થઇ રહેલા સારા વેપાર ને લઈને ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો