BREAKING

કોમ્પુટર ના યુગમાં પણ ધનતેરસના દિવસે ચોપડાની ખરીદી યથાવત.




ભાવનગર બ્યુરો.
આજે ધનતેરસના દિવસે પોતાના વેપાર ધંધાને લગતા હિસાબો રાખવા માટેના ચોપડા ની ખરીદી કરવાનો શુભ દિવસ છે, આજના આધુનિક સમયમાં કોમ્પ્યુટર પર હિસાબો રાખવામાં આવતા હોવા છતાં પણ પરંપરાગત ચોપડાનું અસ્તિવ જેમનું તેમ જ છે, ત્યારે આજે ભાવનગરમાં પણ લોકો પોતાના વ્યાપાર ધંધાના હિસાબો માટે આજના શુભ મુર્હતમાં ચોપડા ખરીદવા માટે ઉમટી પડ્યા હતા.

દીપાવલી એટલે પાંચ દિવસનું પર્વ જેમાં ધનતેરસ પ્રથમ પર્વ છે. આ પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ધનતેરસ એટલે ધનવંતરી જન્મોત્સવ તેમજ આજે દરેક વ્યાપારી ઓ માટે પોતાના વ્યાપાર ધંધાની હિસાબો રાખવા માટેના નવા વર્ષના ચોપડા ખરીદવા માટેનો શુભ દિવસ. આજે વેપારીઓ શુભ મુર્હત જોઇને ચોપડા ખરીદવા જતા હોય છે અને આ રીતે ખરીદેલ ચોપડાનું નૂતનવર્ષેના દિવસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભૂદેવ પાસે પૂજન કરવવામાં આવે છે. આજના દિવસે  વ્યપાર ધંધા માટેના ચોપડા ખરીદવાથી માતા લક્ષ્મીનું વેપાર પર કૃપા થાય છે. આથી આજે ચોપડા ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા હતા.

આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં ચોપડાના વેપારીઓ એવું માનતા હતા કે ધીરે ધીરે પરંપરાગત હિસાબો રાખવા માટેના ચોપડાનો વ્યાપાર ખતમ થઈ જશે પરંતુ એવું નથી, આજે ભલે દરેક પેઢી કે વેપારીઓ પોતાના હિસાબો કોમ્પ્યુટરમાં રાખતા હોય છે તેમ છતાં આજે પણ હિસાબી ચોપડાનું પહેલા જેટલું જ મહત્વ જળવાઇ રહ્યું છે. આજના ધનતેરસના દિવસે મોટી સંખ્યામાં વેપારીઓ કે પેઢીના મુનીમો, મેનેજરો પોતાની વ્યાપાર ધંધાને કે પેઢીના હિસાબો માંટેના ચોપડા ખરીદવા માટે આવી રહ્યા છે.ચોપડા ના વેપારી ના જણાવ્યા પ્રમાણે આજે પહેલા કરતા ચોપડા ની ખરીદી માં ૧૦ થી ૧૫ ટકા નો વધારો થયો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો