BREAKING

ભાવનગર વનવિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી નો પ્રારંભ.



દર વર્ષની માફક વર્ષે પણ વનવિભાગ દ્વારા બીજી ઓક્ટોબર થી આઠ ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણીનો પ્રારંભ થયો છે. જેમાં આજે પ્રથમ દિવસે સ્કાઉટ ગાઈડના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓની એક રેલી શહેરના મુખ્ય માર્ગો પર વન્યપ્રાણીઓ બચાઓ-પ્રકૃતિ બચાઓના બેનરો સાથે નીકળી હતી. તેમજ વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી માં આગામી દિવસોમાં વિવિધ સ્પર્ધાઓ પણ યોજાનાર છે.
ભાવનગર વનવિભાગ દ્વારા દર વર્ષ ની માફક વર્ષે પણ બીજી ઓક્ટોબર થી આઠ ઓક્ટોબરના સપ્તાહને વન્ય પ્રાણી સપ્તાહ તરીકે ઉજવી રહ્યા છે. આજના દિવસે વન્ય પ્રાણી સપ્તાહનો પ્રારંભ થયો હતો જેમાં દક્ષિણામૂર્તિ શાળા ખાતેથી ૨૦૦ જેટલા સ્કાઉટ ગાઈડોની એક રેલી શહેરના મુખ્ય માર્ગો પર વન્યપ્રાણીઓ બચાઓ-પ્રકૃતિ બચાઓ ના.બેનરો સાથે નીકળી હતી અને જે વિક્ટોરિયા ગાર્ડન ખાતે પૂર્ણ થઇ હતી.જેમાં વન વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા. સપ્તાહને લઇ વનવિભાગ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન અને વન્યપ્રાણીઓ અને પ્રકૃતિનું જતન કરવા માર્ગદર્શન આપવામાં આવશે. સપ્તાહ દરમ્યાન શહેરની વિવિધ શાળાના બાળકો નિબંધ-ચિત્રકામ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ ઉજવણીમાં સહભાગી બનશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો