બોટાદ ના ખોડિયારનગર ૧ અને ૨ તેમજ હરભોલે પાર્ક અને જયાનગર વિસ્તારો સુવિધા થી વંચિત સમગ્ર ગુજરાતમાં ભાજપ સરકાર “ સ્વચ્છ ગુજરાત “ ના નામે દરેક શહેર અને ગામડા માં સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે અને દરેક વિસ્તારો ને સુવિધા સભર બનાવવા માંગે છે ત્યારે બોટાદ જીલ્લો બન્યા ને ૨ વર્ષ જેવું થઇ થયું તેમ છતાં ઘણાં વિસ્તારો માં કોઈપણ જાતની નગરપાલિકા દ્વારા પાણીની, ગટર લાઈન ની કે રોડ રસ્તા ની સુવિધા તો કરવામાં આવી નથી પરતું ધ્યાન પણ આપવામાં આવ્યું નથી.
બોટાદ શહેર માં આવેલ ખોડીયાર નગર -૧ અને હરભોલે પાર્ક તેમજ ખોડીયાર નગર -૨ અને જયાનગર વિસ્તારમાં નથી ગટર વ્યવસ્થા , નથી પીવાના પાણીની વ્યવસ્થા, નથી સારા રસ્તાઓ, કે નથી કચરા ના નિકાલ ની વ્યવસ્થા .
આ વિસ્તારોમાં ગટર લાઈન ની વ્યવસ્થા ન હોવા ના કારણે ન્હાવા અને કપડા ધોયેલ પાણીનો નિકાલ લોકોને બહાર શેરીઓ માં કરવો પડે છે જેના લીધે શેરીએ શેરીએ ગંદા પાણીના ખાડાઓ ભરેલા રહે છે. અને કચરા ના નિકાલ ની પણ કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ઠેર-ઠેર કચરા ના ઢગલા ઓ થઇ છે જેના કારણે મચ્છરો નો ઉપદ્રવ દિવસે ને દિવસે વધતો જી છે જેથી લોકોમાં બીમારી ફેલાઈ રહી છે.
આ વિસ્તારોમાં અમુક જગ્યાએ પીવાના પાણીની ઘર ઘર વ્યસ્થા કરવામાં આવી છે તો અમુક વિસ્તાર માં સુવિધા ના નામે મીંડું છે. ખોડિયારનગર ૨ માં પીવા ના પાણીની વ્યવસ્થા નથી જેના કારણે મહિલાઓ ને વિસ્તારમાં આવેલ ૨ થી ૩ જાહેર પીવાના નળ ની લાઈન માં કલાકો સુધી ઉભા રહેવું પડે છે
તેમજ આ વિસ્તારોની અંદર રસ્તાઓ પણ સારા નથી જેના કારણે કોઈ રીક્ષાવાળાઓ કે કોઈ વાહન વાળાઓ આ વિસ્તાર માં આવા તૈયાર થતા નથી જેથી વૃદ્ધ લોકો ને ચાલી ને અવાર જવર કરવી પડે છે. આ વિસ્તારો માં કોઈ સ્કુલ બસ પણ નથી તો કોઈ દુર્ઘટના કે ડીલીવરી માટે પણ ૧૦૮ ની સુવિધા પણ સમયસર મળતી નથી . ૧૦૮ ના ડ્રાઇવર અને ડોકટર પણ આ વિસ્તારના રસ્તા ઓના કારણે પોતાની સમયસર પુરતી સુવિધા આપી શકતા નથી.
ત્યારે માત્ર ચૂંટણી ટાણે દેખાતા નેતાઓ આ વિસ્તારમાં સુવિધાઓ ઉભી કરશે કે કેમ..?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો