પાસ નેતા હાર્દિક પટેલ
ની ભાવનગરના સિહોર ખાતે એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જે દરમિયાન
હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં તેને કોંગ્રેસને અલ્ટીમેટમ આપ્યું છે અને ટૂંક
સમયમાં કોંગ્રેસ કાઈ રીતે અનામત આપશે તે જણાવી દે તેમજ ભાજપ દ્વારા અહેમદ પટેલ પર
કરવામાં આવેલ આક્ષેપ અંગે તેમજ રેશમા પટેલ અંગે
નિવેદન આપ્યું હતું.
સમગ્ર રાજ્યમાં ચુંટણીનો
માહોલ જામી રહ્યો છે ત્યારે પાસ દ્વારા પણ તેના આંદોલન ને વેગવંતુ બનાવાઈ રહ્યું
છે, સતત ચાર દિવસથી ભાવનગર અને બોટાદ જીલ્લાના ગામડાઓમાં હાર્દિક પટેલ સભાઓ અને
રેલી સરઘસ યોજી રહ્યો છે ત્યારે આજે ભાવનગર જીલ્લાનાં શિહોર તાલુકા માં આજે અનામત આંદોલન સમિતિ નાં હાર્દિક પટેલ દ્વારા શિહોર ખાતે એક બાઈક રેલીનું પટેલ વાડી ખાતે થી આયોજન કરવામાં આવેલ. જો કે જે હાર્દિક ની સભાઓમાં એક હાકલ પડતા હજારોની સંખ્યામાં કાર્યકરો
ઉમટી પડતા હતા ત્યારે હવે દિવાળીનું વેકેશન હોવા છતાં પણ આજની આ રેલીમાં પાસ ના કાર્યકરો
ની પાંખી હાજરી જોવા મળી હતી. જો કે આમ છતાં પણ સમાજ યુવાનો ભારે ઉત્સાહ જય સરદાર જય પાટીદારનાં નારા સાથે બાઈક કાર સાથેની રેલી શિહોરનાં વિવિધ વિસ્તારોમાં ફરી પાલીતાણા ખાતે સગાપર ગામેં સરદાર પટેલ ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવનાર છે.
શિહોર ખાતે આવેલ હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસ પર ટવીટ કરી જણાવેલ કે કોંગેસ દ્વારા ૨૦ %અનામત આપવાની વાત જે કરવામાં આવેલ છે તે બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી કે અનામત કઈ રીતે કોંગ્રેસ આપશે તેમજ આગામી દિવસો માં ગુજરાત નાં પ્રવાસે કોંગ્રેસ નાં અધ્યક્ષ રાહુલગાંધી આવી રહયા છે ત્યાં સુધી માં જો અનામત બાબતે કોઈ સ્પષ્ટતા નહિ કરવામાં આવે તો રાહુલગાંધી સાથે ની મુલાકાત મુલતવી રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવેલ.આ ઉપરાંત કોંગ્રેસ નાં અહેમદ પટેલ પર હોસ્પિટલ ખાતે આતંકવાદીઓ ની બાબત પર જણાવેલ કે ભાજપ સરકાર પાસે ચુંટણી સમયે કોઈ મુદ્દો રહ્યો નથી તેમજ ચુંટણી સમયે જ આતંકવાદી ઓ કેમ પકડાય છે ? જેવા સવાલ કરી ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવેલ.તેમજ રેશમા પટેલ અને વરુણ પટેલ એ ભાજપ નાં થઇ ગયા છે અને એ બાબતે કોઈ વાત કરવા માંગીશ નહિ અને હાર્દિક પટેલ સમાજ નાં ભાઈઓ માટે અનામત માટે ની લડાઈ કરી રહ્યો છે અને કરતો રહેશે.





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો