ભાવનગર
તા. ૨૯/૦૯/૨૦૧૭;શુક્રવાર;
જૈનોના પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં મોટી સંખ્યામાં હજારો યાત્રાળુઓ આવતા હોય
ત્યારે સુરક્ષાને ધ્યાનમાં લઈને પાલીતાણા પર્વત પણ રેલીંગ, સીસીટીવી કેમેરા
લગાવવામાં આવી રહ્યા છે ત્યારે આ કામગીરી ને કેટલાક લોકો દ્વારા કામગીરીને
અટકાવવામાં આવી રહી હતી જેને લઈને આજે જીલ્લા મેજીસ્ટેટ દ્વારા એક જાહેરનામું
પ્રસિધ્ધ કરી અને કામગીરીને કોઈએ અટકાવવી નહી અને આવી કામગીરી અટકાવશે તેના સામે
કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ પાલીતાણા શેત્રુંજય પર્વત પર રાત્રી
રોકાણ પર પણ પ્રતિબદ્ધ કરવામાં આવતા જૈન સમાજમાં હર્ષ ની લાગણી ફેલાઈ.
પાલીતાણાનાં શાશ્વત મહાતીર્થ ગિરિરાજ-પવિત્ર યાત્રાધામ માં જૈન, હિન્દુ, મુસ્લીમ વિગેરેના ધાર્મિક સ્થળો આવેલા છે. તેમજ આ પર્વત પર જંગલ વિસ્તાર પણ
આવેલ છે તેમજ હિંસક પશુઓ પણ આ જંગલ વિસ્તારમાં છે. મહાતીર્થ ગિરિરાજ પ્રસિધ્ધ
યાત્રાધામ હોઇ,
દેશ-વિદેશમાંથી અસંખ્ય યાત્રિકો આ સ્થળની મુલાકાતે આવતા હોઇ, જેથી ધાર્મિક સ્થળો તેમજ યાત્રિકો, સંતો, મજુરો વિગેરેની સુરક્ષા અને સલામતિ અને જોખમો ટાળવા તેમજ આતંકીઓના જોખમ ટાળવા
અર્થે આ ગિરિરાજ પરના પ્રવેશ માટે બેરીકેટીંગ રેલીંગ સીસીટીવી કેમેરા અને ડોર
ફ્રેમ મેટલ ડીટેકટર/મેન્યુઅલ મેટલ ડીટેકટર દ્વારા ચેકીંગ જરૂરી જણાય છે.
જેને લઈને ભાવનગર જીલ્લા મેજીસ્ટેટ
દ્વારા પાલીતાણા શહેરમાં શેત્રુંજય ગિરિરાજ ઉપર બેરીકેડ(રેલીંગ) અને સી.સી.ટી.વી.
કેમેરા લગાવવાની અને ડોર ફ્રેમ મેટલ ડીટેકટર/મેન્યુઅલ મેટલ ડીટેકટર દ્વારા
ચેકીંગની અધિકૃત રીતે કરવામાં આવતી કામગીરી અટકાવવા કે રૂકાવટ કરવા કે નુકશાન કરવા
પર પ્રતિબંધ ફરમાવતું એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અને આ જાહેરનામાં
નો ભંગ કરનાર પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો