BREAKING

આવતીકાલે બોટાદ ખાતે દિવ્યાંગો માટે ખાસ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે.

બોટાદ બ્યુરો

બોટાદ જિલ્લા રોજગાર અધિકારી એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રોજગાર વાંચ્છુકોને તેઓની શૈક્ષણિક લાયકાત અને કૌશલ્યને અનુરૂપ રોજગારીની ઉમદા તકો પ્રાપ્ય થાય તેવા ઉમદા હેતુ સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા માહિતી કચેરી બોટાદના સંયુક્ત ઉપક્રમે તા. ૨૩/૦૯/૨૦૧૭ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે જિલ્લા માહિતી કચેરીના પ્રદર્શન હોલ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે દિવ્યાંગો માટે ખાસ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતી મેળામાં બોટાદ જિલ્લાના અગ્રગણ્ય નોકરીદાતાઓ ઉપસ્થિત રહી અંદાજીત ૪૦ થી વધુ ખાલી જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. તેમજ ભરતી મેળાના સ્થળ પર દિવ્યાંગ રોજગાર વાંચ્છુકો માટે ખાસ રોજગાર નોંધણી કેમ્પ તથા સરકારશ્રીની દિવ્યાંગો માટે યોજનાકીય માહિતી પુસ્તિકાનું વિતરણ કરવામાં આવશે.

     બોટાદ જિલ્લા માહિતી કચેરીના પ્રદર્શન હોલ ખાતે યોજાનાર ભરતી મેળામાં ઓછામાં ઓછું ધોરણ પાસ કે તથા ૧૮ થી ૪૦ વર્ષની વય મર્યાદા ધરાવતા માત્ર દિવ્યાંગ રોજગારવાંચ્છુક ઉમેદવારો ભાગ લઈ શકશે. ભરતી મેળામાં બંન્ને હાથ, બન્ને આંખથી દ્રષ્ટીહીન, મુક બધીર, સંપૂર્ણ શ્રવણમંદ, માનસિક રીતે અશક્ત ઉમેદવાર અરજીપાત્ર નથી. ભરતી મેળામાં આવવા ઈચ્છતા દિવ્યાંગ ઉમેદવારોને બોટાદ બસ સ્ટેશન થી જિલ્લા સેવા સદન સુધી આવવા માટે સવારે -૦૦ કલાકે બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તથા વધુ વિગત તેમજ માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી - બોટાદનો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.

2 ટિપ્પણીઓ: