BREAKING

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના હરિપર ગામે "સ્વચ્છતા એ જ સેવા " અભિયાન કાર્યક્રમ યોજાયો.




બોટાદ બ્યુરો
21સપ્ટેમ્બ17

ભારત સરકારની સૂચના અને પ્રસારણ મંતત્રાલયના શ્રેત્રિય પ્રસાર કાર્યલય ભાવનગર-બોટાદ દ્વારા ગઢડા તાલુકા ના હરિપર ગામે " સ્વચ્છતા એ જ સેવા " અભિયાન અંતર્ગત વિષેશ જનસંપર્ક કાર્યકમ સાંસદ.ભારતીબેન શિયાળના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન  શિયાળે સ્વચ્છતા એ જ સેવા નો માર્ગ અપનાવી સૌને સ્વચ્છતા જાળવવા અપીલ કરી સરકાર ની લોક ઉપયોગી અનેકવિધિ કલ્યાણકારી યોજનાઓ ની જાણકારી મેળવી તેનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં શ્રેત્રિય પ્રચાર કાર્યાલય ના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે દેશ ના તમામ લોકો સ્વચ્છતાં વિશે જાગૃત થઇ સ્વચ્છતા નું નિર્માણ કરે તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર બને તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ ના અંતે સાંસદ ના હસ્તે " ઉજવલા " યોજના ના લાભાર્થીઓને ગેસ કીટ નું વિતરણ કરવામાં આવ્યું તેમજ સાંસદની ગ્રાન્ટમાં થી નિર્માણ થયેલ પ્રાથમિક શાળા ના ડોમનું તેમજ રમત -ગમત ના સાધનો નું લોકપર્ણ કરવામાં આવ્યું હતું.
 
આ કાર્યક્રમ માં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ,ડી.સી.પી ઓ , સ્ટેટ બેન્કના મેનેજર સહિતના અધિકારી ,કર્મચારીઓ તેમજ તળાજા માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન, ગામના સરપંચ સહિતના પદાધિકારીઓ તથા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો