બોટાદ બ્યુરો
28સપ્ટેમ્બર-17
બરવાળા ખાતે અલ્પેશ ઠાકોરે જનાદેશ સભા સબોધી .ભાજપ ,કોગ્રેસ અને જન વિકલ્પ પર કર્યા આકરા પ્રહારો.આગામી ૯ ઓક્ટોબર ના રોજ અમદાવાદ ખાતે યોજશે મહાસભા . સભા માં ૫ લાખ ની જનમેદની એકઠી કરવાનો કર્યો હુકાર .બરવાળા જનાદેશ સભા માં મોટી સખ્યામાં લોકો ઉમટી પડયા .
બોટાદ જિલાના બરવાળા ખાતે આજે ઠાકરો સમાજ દ્વાર ઓ.એસ.એસ.એકતા મચની જનાદેશ મહાસભા નું કરાયું આયોજન .જનાદેશ મહાસભા માં અલ્પેશ ઠાકોરે આપી ખાસ હાજરી .સાળંગપુર ચોકડી પાસે થી ઠાકોર સમાજ દ્વારા બાઈક રેલી કાઢી અલ્પેશ ઠાકોર નું કરવામાં આવ્યું સ્વાગત .અલ્પેશ ઠાકોર દ્વારા બાબા આંબેડકર ની પ્રતિમાને ફૂલહાર કરી જય ભીમ ના લગાવ્યા નારા .સતવારા સમાજ ની વાડી ખાતે જનાદેશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું .ઠાકોર સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા અલ્પેશ ઠાકોર નું ફૂલહાર શાલ અને તલવાર આપી સન્માન કર્યું હતું .અલ્પેશ ઠાકોરની આજે ગુજરાત ના ૨૦ માં જિલામાં આ જનાદેશ સભા સબોધી હતી .અલ્પેશ ઠાકોર દ્વારા ભાજપ ,કોગ્રેસ કઅને જન વિકલ્પ પાટી પર આકરા પ્રહારો કર્યા હતા અને ગુજરાત ગરીબો, ખેડૂતો અને બેરોજગારી ની સરકાર બને તેમ જણાવ્યું હતું .તેમજ આગામી ૯ ઓક્ટોબર ના રોજ અમદાવાદ ખાતે મહાસભા માં ૫ લાખ ની જનમેદની એકઠી કરવાનો હુકાર કર્યો હતો અને હું ભાજપ કે કોગ્રેસ એકપણ પક્ષ માં નહી જાવ અને આગામી ૯ ઓક્ટોબર ના રોજ પોતાના પક્ષ ની જાહેરાત કરી શકે તેમ જણાવ્યું હતું .આ જનાદેશ સભા માં મોટી સખ્યામાં ઠાકોર સમાજ ના લોકો ઉમટી પડ્યા હતા .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો