BREAKING

બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગનાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાલ પર


બોટાદ બ્યુરો
17સપ્ટેમ્બર-17

બોટાદ જિલ્લાના આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. વિવિધ માગણીઓને લઈને કર્મચારીઓએ વીજળીક હડતાળ પાડી દેતા આરોગ્ય સેવા ખોરવાઈ છે. બોટાદ જીલ્લાનાં આરોગ્ય વિભાગનાં એન.એચ.એમ. આર.સી.એચ. કરાર આધારીત કર્મચારી દ્વારા તેઓની જુદીજુદી માંગણીઓ જેવી કે, સમાનકામ સમાન વેતન, નવીન બજેટમાં અમારી જગ્યાને પ્રાધાન્ય આપવુ તથા કાયમી જગ્યામાં સમાવી પ્રા.આ.કે. થી લઈને તમામ જીલ્લા કક્ષા સુધીનાં સ્ટાફને કાયમી મહેકમમાં સમાવેશ કરવામાં આવે,પદ અને શિક્ષણ મુજબ યોગ્ય વેતન આપવા, કાયમી કર્મચારીને મળવાપાત્ર આર્થીક લાભો બાબત, હક રજાઓ અને મેડીકલ રજાઓ, કોન્ટ્રાક્ટ કર્મચારી ચાલુ નોકરી દરમ્યાન મૃત્યુ પામે તો તેને કંઈ મળતુ નથી.આ બાબતે લાભ આપવા બાબત સહિતની માંગણી મુદ્દે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને એન.એચ.એમ.કર્મચારી દ્વારા આવેદનપત્ર અપાયું હતું અને તા.25-9-17 સુધીમાં કોઈ હકારાત્મક ઉકેલ ન આવે તો કોન્ટ્રાક્ટ કર્મચારી દ્વારા 26-9-17 થી અચોક્કસ મુદત સુધીની હડતાલ પર જવાની ચિમકી ઉચ્ચારાઈ હતી. જેને પગલે આજે જુના રેસ્ટ હાઉસ (આરામગૃહ) ખાતે ચારેય તાલુકાનાં કરાર આધારીત કર્મચારીઓ દ્વારા  આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો