BREAKING

કુંવારાઓ લગ્ન કરતા પહેલા ચેતજો.......આ છે લૂટેરી દુલ્હન



રિપોર્ટ બાય..હેમંત ડાભી.વલ્લભીપુર

લગ્ન વાંચુક યુવકોની લગ્ન કરવાની ઇચ્છાનો લાભ લઈને આવા લગ્નવાંચુક યુવકોને છેતરતી લૂટેરી દુલ્હન ને અને તેના બની બેઠેલા મામા ને ભાવનગર પોલીસે ઝડપી લીધા છે.

ભાવનગર જિલ્લામાં બોગસ લગ્ન કરાવી છોકરાઓ ને ભોળવી લગ્ન બાદ સોના નાં દાગીના તથા રોકડ લઇ નાસી જનાર ગેંગ સક્રિય થયેલ હોય આનો ભોગ વલ્લભીપુર તાલુકા માં આવેલ શાહપુર ગામે જયેશભાઇ વિનુભાઇ સવાણી બન્યા હોયબતેઓ દ્વારા વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ને દીપીકા  તથા નરેન્દ્ર નામનો માણસે ભેગા મળી ને દીપિકા ના લગ્ન તેની સાથે કરાવી બાદમાં બન્ને 297000 જેવી રકમ નો ઘરેણાં અને રોકડ લાઈ રફુચક્કર થઇ ગયા હતા.

સમગ્ર ઘટના ની વિગત એવી છે કે વડોદરા ના વાતની નરેન્દ્ર એ દીપીકા નામની યુવતીના મામા બતાવી વલ્લભીપુર ના શાહપુર ના જયેશભાઇ સવાણી સાથે  તાઃ ૧૧/૧૧/૨૦૧૬  નાં રોજ લગ્ન  કરાવેલ અને તેની પાસેથી  પાસેથી  રોકડા રૂા. ૧,૭૭,૦૦૦/- તથા સોના નાં દાગીના  આશરે ૬ તોલા નાં કિ.રૂા. ૧૨૦૦૦૦/- તથા રોકડા રૂા. ૧૭૭૦૦૦/- એમ મળી કુલ રૂા. ૨૯૭૦૦૦/- ની છેતરપીડી કરી નાસી ગયેલ.

જે  અંગે વલ્લભીપુર પો.સ્ટે. માં ગુન્હો રજી. થયેલ છે  આ બન્ને ને  આરોપીઓને પકડવા  વલ્લભીપુર પો.સ.ઇન્સ. ટી.એસ. રીઝવી તથા પોલીસ સ્ટાફ એ વડોદરા જઇ (૧) નરેન્દ્ર કનુભાઇ પંચાલ રહે. ગોર્વધન સોસાયટી પાર્ક-૨,પ્લોટ-૫૫ ડી, કારેલીબાગ,  વડોદરા મુળ ગામ. સીમડી તા. કરજણ જી. વડોદરા તથા (ર) દીપીકા કાળીદાસભાઇ પરમાર  રહે. હાલ આજવા રોડ, પરીમલ સોસાયટી, સુકેતુ પટેલ નાં મકાનમાં ભાડેથી, વડોદરા મુળ ગામ. વાંટા તા. બોડેલી જી. વડોદરા વાળાને વડોદરા થી ધરપકડ કરી સોના તથા ચાંદીનાં દાગીના કિ. રૂા. ૧,૨૧,૦૦૦/- નાં કબ્જે કરેલ છે. આ બન્ને એકબીજા સાથે રહે છે અને લીંબડી જી. સુરેન્દ્રનગર , બગસરા જી. અમરેલી, તલોદ જી. બનાસકાંઠા મુકામે આ રીતે લગ્ન કરી છેતરપીંડી કરેલ ની કબુલાત આપેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો