બોટાદ :
બોટાદ શહેરના તુરખા રોડ ઉપર આવેલ દામુભાઇની વાડી ખાતે મહાજન પાંજરાપોળ બનાવવામાં આવેલ છે. જયાં ર૦૦૦ થી રપ૦૦ પશુઓ નાના-મોટા રાખવામાં આવ્યા છે. જયારે આજરોજ સવારે પશુઓને લીલી મકાઇ નીરણમાં આવતા બે કલાકની અંદર બે શેડના પશુઓ ફુલ્લી ફુલ્લીને પડવા લાગતા ફરજ પરના માણસોને જાણ કરવામાં આવતા આ ઝેરી મકાઇ ખાવાના કારણે તમામ પશુઓને ઝેરી અસર થવા માંડતા એકાએક પશુઓ મરવા લાગતા તાત્કાલીક ધોરણે બન્ને શેડમાં નાખવામાં આવેલ નિરણ બહાર ફેંકી દેવામાં આવી હતી અને ડોકટરનો સંપર્ક સાધતા તેવો પણ હાજર રહયા ન હતા અને સરકારી પશુ ડોકટર આવે તે પહેલા જ ૬૦ જેવા પશુઓ મોતને ભેટી ગયા હતા અને બાદમાં બીજા પશુઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ઘટનાની બોટાદ શહેરમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. અને પશુઓના મોતના પગલે આગામી દિવસોમાં જલ્લદ કાર્યક્રમો આપવામાં આવશે. અને બોટાદ મહાજન પાંજરારોળની મનમાની નહી ચલાવી લેવામાં આવે એમ ગૌ પ્રેમીઓ લોકોમાં જણાવ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો