BREAKING

મહવા તેમજ ભાવનગર માર્કેટિંગ યાર્ડ માં ડુંગળીના ભાવ ને લઈને ખેડૂતોએ કર્યો હોબાળો


પ્રહલાદસિંહ રાઠોડ-મહુવા
વિશાલ પટેલ-ભાવનગર

આ વર્ષે ડુંગળી નું સારું એવું વાવેતર થયું છે પરંતુ ડુંગળીના ભાવ ને લઈને ખેડૂત મુન્જાયો છે. હાલ ડુંગળી ૧૫૦ રૂપિયાના ભાવે ખેડૂત ને પડતર થાય છે અને કાળી મજુરી કરી રાતદિવસ જોયા વિના ખર્ચ કાર્ય બાદ જ્યારે આ તૈયાર ડુંગળી વેચવા જાય છે ત્યારે આવે છે માત્ર ૫૦ રુપયા જેવો ભાવ, આમ પડતર કરતા પણ ૧૦૦ રૂપિયા ભાવ નીચો આવતા ખેડૂતો મુંજાયા અને આજે મહુવા તેમજ ભાવનગર એમ બન્ને જગ્યાએ એક સાથે ખેડૂતો એ રોષ પ્રગટ કર્યો હતો અને બન્ને જગ્યાએ ખેડૂતો એ હોબાળો મચાવતા ડુંગળી ની હાજી બંધ કરવાની ફરજ પડી હતી, આ અંગે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા પોલીસ ને બોલાવવાની પણ ફરજ પડી હતી. જો કે યાર્ડના પદાધિકારીઓ દ્વારા ખેડૂતોને સમજાવવા ના પ્રયાસો કરવામાં આવ્યા હતા, 
    ડુંગળીના ભાવ ને લઈને ખેડૂતો દ્વારા એવી માંગ કરવામાં આવી છે દરેક ખેતપેદાશ ની સાથે સાથે સરકારે ડુંગળીના પણ ટેકાના ભાવ જાહેર કરવા જોઈએ , આત્યારે કાળી મજુરી કર્યા બાદ જ્યારે ડુંગળીમાં નુકશાની સહન કરવી પડે છે ત્યારે ખેડૂત ને આપઘાત કરવા શિવાય કોઈ રસ્તો રહેતો નથી, એકબાજુ નોટ્બંધી બાદ ખેડૂતો નાણાભીડ' અનુભવી રહ્યા છે, મજૂરો ને ચુકવવા પૈસા નથી, કલાકો સુધી બેંકમાં ઉભા રહેવા શિવાય કાય કામ થતું નથી આવા સંજોગમાં મોંઘી મજુરી ચૂકવીને જે પાક તૈયાર થાય છે તેના પડતર કીમત પણ નથી મળતી ત્યારે હવે ખેડૂત જાય તો ક્યાં જાય તેવો આક્રોશ થાલ્વ્યોન હતો. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો