BREAKING

પીઠીભર્યા આર્મીમેન નો ગળાફાસો ખાઈ આપઘાત




ભાવનગરમાં રજા પર આવેલ એક આર્મીમેને ગળાફાસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે, આ આર્મીમેનના થોડા દિવસ બાદ લગ્ન છે અને આજે જ તેના લગ્ન લખાયા હતા, જ્યારે આવા સંજોગમાં આર્મીમેને ગળાફાસો ખાઈ આપઘાત કરી લેતા જે ખુશીનો માહોલ હતો તે અચાનક જ શોકમાં ફેરવાઈ ગયો હતો.


ભાવનગર ના સીદસર રોડ પર આવેલા સીતારામ નગરમાં રહેતા અને કચ્છ બોર્ડર પર આર્મી માં ફરજ બજાવતા અને પીઠીભર્યા આર્મીમેને પોતાના ઘેર પંખા સાથે લટકી ને ગળાફાસો ખાઈ લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, ભાવનગરના સીદસર રોડ પર રહેતા ૩૪ વર્ષીય જીગ્નેશ ચદ્રકાન્ત કારિયા એ આજે પોતાના ઘરે એ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, અત્રે ઉલેખનીય છે કે આ આર્મીમેન ના આવતી ૩ ફેબ્રુઆરીના રોજ લગ્ન હતા અને આજે જ તેના લગ્ન લખાયા હતા અને તે થોડા દિવસ પહેલા જ રજા પર આવ્યો હતો, ત્યારે પીઠીભર્યો આર્મીમેન સતત ડીપ્રેશન હોય અને માનસિક સમતુલન ગુમાવવાથી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળી રહ્યું છે, જો કે પરિવારમાં આ આર્મીમેન ના લગ્ન ની ખુશીનો માહોલ હતો જે અચાનક જ શોકમાં ફેરવાઈ ગયો હતો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો