BREAKING

ભાવનગર માં યોજાશે હાફ મેંરથોન



રિપોર્ટ બાય.વિપુલ બારડ

ભાવનગરમાં આગામી તારીખ ૨૬મી ફેબ્રુઆરીના રોજ હાફ મેરેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.ભાવનગર પોલીસ સુરક્ષાસેતુ અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત આયોજન માં ૨૧ કિમી ની હાફ મેરેથોન યોજાનાર છે.જે અંગેની માહિતી આપવા માટે આજે ભાવનગર ડીઆઈજી-એસપી તથા મનપા ના મેયર દ્વારા એક પ્રેસકોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં આ મેરેથોન સ્પર્ધા અંગેની માહિતી આપવામાં આવી હતી.

વિશ્વભરમાં મેરેથોન સ્પર્ધાનું આયોજન વિશ્વને શહેરની ઝાંખી કરાવવા માટે તેમજ ફિટનેસ માટે ઉત્સાહિત લોક સમુદાયને એકત્રિત કરવાના હેતુથી કરવામાં આવે છે.સામાન્ય રીતે વિવિધ જગ્યાઓ પણ મેરેથોનનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં ૪૨ કિમી. ના લાંબા રૂટ પર આ સ્પર્ધા યોજાય છે ત્યારે કલા અને સંસ્કૃતિની નગરી ભાવનગર ખાતે આગામી તારીખ ૨૬-૦૨-૨૦૧૭ ના રોજ હાફ મેરેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.ભાવનગર પોલીસ સુરક્ષાસેતુ અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ના આ સહિયારા આયોજનની રૂપરેખા આપવામાં માટે આજે એસપી કચેરી ખાતે પ્રેસકોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભાવનગર રેંજ ડીઆઈજી અમિત વિશ્વકર્મા-એસપી દીપાંકર ત્રિવેદી-મેયર નીમુબેન બામ્ભનીયા તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ ધાંધલિયા ઉપસ્થિત રહ્યા હતા.આ સ્પર્ધા વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે આ સ્પર્ધાનું ખાસ આયોજન ભાવનગર વાસીઓ માટે કરવામાં આવ્યું છે જેથી શહેરીજનોમાં રનીંગ અને તેમની શારીરિક ફિટનેસ માટે ડેઈલી રૂટીન તરીકે અપનાવવા અંગે જાગૃતિ કેળવવામાં મદદ મળી રહે .જીવનમાં રનીંગ–વાર્મિંગ અપ એક્સરસાઈઝ એ ફીટનેસનો સીધો અને સરળ રસ્તો છે.ઉપરાંત ભાવનગર શહેરમાં ટેબલ ટેનીસ-બાસ્કેટબોલ અને પોલો માં પણ સારા એથ્લેટ સર્જવાનો ઈતિહાસ રહેલો છે ત્યારે ભાવનગરના નાગરીકો ને ફિટનેસ ઇવેન્ટ સમી આ હાફ મેરેથોનમાં ભાગ લેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.જેમાં ચાર કેટેગરીમાં આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હાફ મેરેથોન ૨૧ કિમી.ની ઉપરાંત ૧૦ કિમી-૫ કિમી અને ૩ કિમી રનીંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી નાના બાળકો અને વૃદ્ધ લોકો ભાગ લઇ શકે .આ હાફ મેરેથોનમાં ૧૦ લાખ સુધીના ઇનામો પણ આપવામાં આવનાર છે.જેથી આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા લોકોને વહેલી તકે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.જેમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે www.bhavnagarmarathon.com  નામની વેબસાઈટ ખુલ્લી મુકવામાં આવી છે તેમજ શહેરના અનેક પોલીસ મથકો અને મનપા ના અનેક મથકો પર પણ રજીસ્ટ્રેશન કરાવી શકાશે.આ મેરેથોન નું આયોજન એક પ્રોફેશનલ બેઇજ પર કરવામાં આવ્યું છે જેમાં સ્પર્ધકો માટે ફી રાખવામાં આવી છે .તેમજ આ સ્પર્ધા માં અનેક નામી મહાનુભાવો પણ જોડાય તે માટે ખાસ આમંત્રણ આપવામાં આવનાર છે .

આ હાફ મેરેથોન સ્પર્ધા શહેરના માર્ગો પર જ યોજાશે. જેનો પ્રારંભ શહેરના જવાહર મેદાનમાંથી કરવામાં આવશે અને જે ગેઇટ નં.૧ થી શરુ થઇને આતાભાઈ ચોક,સંસ્કાર મંડળ-રામમંત્ર મંદિર-દુખીશ્યામ સર્કલ-શિવાજી સર્કલ-સરદારનગર-ઘોઘાસર્કલ-મહિલા કોલેજ સર્કલ-હલુરિયા ચોક-ઘોઘાગેટ-ગંગાજળિયા તળાવ-જશોનાથ ચોક–એસટી સ્ટેન્ડ-નિલમબાગ-આર.ટી.ઓ સર્કલ-જ્વેલ સર્કલ-કાળીયાબીડ પાણીની ટાંકી –વિરાણી સર્કલ થઇ ને પ્લોટ ગેટ તરફ પરત ફરશે.   



the Gandhinagar News

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો