બે દિવસ પહેલા બોટાદ ના બોડી-પીપરડી
ગામે વરઘોડામાં થઈ રહેલ ફાયરીંગમાં અગાસી પર વરઘોડો નિહાળી રહેલ યુવતીને ગોળી
વાગતા તેને ગંભીર હાલતે ભાવનગર ની સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં
તેનું સારવાર દરમિયાન મોત નિજતા પરિવારમાં શોક નું મોજું ફરી વળ્યું હતું.
સમગ્ર ઘટના ની વિગત જોઈએ તો બોટાદ જીલ્લાના બોડી-પીરડી ગામે તા.૬ ડીસેમ્બરના
રોજ બપોર ના સમયે ગામ માં શિવરાજભાઇ બાબુભાઈ ખાચર ના ઘેર જાન આવેલ તેમાં વરઘોડામાં
કેટલાક જાનૈયાઓ દ્વારા પોતાની બંદુક દ્વારા હવામાં ફાયરીંગ કરવામાં આવી રહ્યા હતા
તે દરમિયાન આગાસી પર વરઘોડો નિહાળી રહેલ ગુણીબેન ભુપતભાઈ મીઠાપરા નામની યુવતી ના
માથાના ભાગે અચાનક જ ગોળી વાગતા યુવતી ગંભીર રીતે ઘવાઈ હતી,આ યુવતીને તાકીદે
એમ્બ્યુલન્સ મારફતે બોટાદ ની સોનાવાલા હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી
પરંતુ ત્યાં તેની હાલત અતિ ગંભીર જણાતા ત્યાના ડોક્ટરોએ તેને વધુ સારવાર માટે
ભાવનગર ખસેડવામ આવી હતી જ્યાં જ્યાં આજે તેણી નું સારવાર દરમિયાન કરુણ મોત
નીપજ્યું હતું, યુવતીના મોત થી પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા, આ અંગે પોલીસે
ગુનો નોંધી યુવતી નું પીએમ કરી અને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો