BREAKING

પાટીદારો ફરી મેદાને, નારી ગામે જીતુ વાઘાણી નો વિરોધ

પાટીદાર અનામત આંદોલન છેલ્લા ઘણા સમય થી સુષુક્ત અવસ્થામાં માં હતું અને સરકાર દ્વારા પાસ ના કન્વિનરો સાથે વાટાઘાટો પણ થઇ રહી છે પરંતુ નારી ગમે આજે પાટીદારો દ્વારા જીતુ વાઘાણી ના કાર્યક્રમ માં જઈ વિરોધ પ્રદર્શિત કરતા હવે પાટીદારો કંઈક નાવજુની ના મૂડ માં લાગે છે.

આજે ભાવનગર નજીક ના નારી ગામે ભાજપ  પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા રોડ અને રસ્તા ના વિકાસ ના કામો નું ખાતમુર્હત રાખવામાં આવ્યું હતું, પાટીદારો ના ગઢ અને અનામત આંદોલન માં અગ્રેસર એવા નારી ગામ માં જીતુ વાઘાણી ના કાર્યક્રમ ની 50 કરતા વધુ પાટીદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જો કે પોલીસે પ્રદર્શનકારીઓ ને ત્યાં થી દૂર કર્યા હતા અને 3 પાટીદાર આગેવાનો ની અટકાયત કરી ને બાદ માં મુક્ત કરી દેવાયા હતા.



the Gandhinagar News

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો