ઘોઘા તાલુકાના કુડા ગામે
એક વર્ષ પૂર્વે મંદબુદ્ધિ ની યુવતી પર દુષ્કર્મ આચરવાના ગુનામાં આજે ભાવનગર
ડીસ્ટ્રીક કોર્ટ માં છઠ્ઠી એડીશનલ સેશન કોર્ટે આરોપીને ૧૦ વર્ષ ની સજા અને ૬૦ હજાર
દંડ અને આ દંડ માંથી ૫૦ હજાર ભોગ બનનાર ને વળતર પેટે ચુકવવા નો હુકમ કર્યો છે.
ઘોઘા તાલુકાના કુડા ગામે ગત ૧૮ નવેમ્બર ૨૦૧૫ ના રોહ્જ સાંજના સમારે
મંદબુદ્ધિની યુવતી દરણું દળાવી ઘેર આવતી હતી ત્યારે આજ ગામમાં રહેતો જીવરાજ ઉર્ફે
ભગો બાબુભાઈ બારૈયા એ યુવતીને અવાવરું મકાન માં લઈ જઈ તેણીની ઈચ્છા વિરુદ્ધ
દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની ફરિયાદ યુવતીના માતાપિતાએ ઘોઘા પોલીસ મથકમાં
નોંધાવતા પોલીસે જીવરાજ ઉર્ફે ભગો ની ધરપકડ કરી કોર્ટ હવાલે કર્યો હતો.જે અંગે નો
કેસ અત્રેની છઠ્ઠા એડીશનલ સેશન કોર્ટમાં ચાલી જતા ૨૮ સાહેદો ની જુબાની તેમજ સરકારી
વકીલ બી જે ખામ્ભ્લીયા ની તર્કબદ્ધ દલીલો ને ધ્યાને લઈને એડીશનલ સેશન જજ
એ.આર.પટેલે આરોપી જીવરાજ ઉર્ફે ભગા ને દુષ્કર્મ ના ગુનામાં ગુનેગાર ઠેરવી અને
આરોપીને ૧૦ વર્ષ ની સખત કેદ ની સજા તેમજ ૬૦ હજાર દંડ ફટકાર્યો હતો, આ દંડ માંથી ૫૦
હજાર ભોગ બનનાર યુવતીને ચુકવવા નો હુકમ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભોગ
બનનાર યુવતી મંદબુદ્ધિ ની હોય તેની નિવેદન નામદાર અદાલત અર્થપૂર્ણ રીતે સમજી શકે
તે માટે અત્રેની અંકુર મંદબુદ્ધિ શાળા ના શિક્ષક ની મદ્દદ લઈને પીડિતા નું નિવેદન
લેવાયું હતું જે કોર્ટે ગ્રાહ્ય રાખ્યું હતું
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો