BREAKING

પાલીતાણા ખાતે સાધુ ભગવંતો ની ઉપસ્થિતિ માં વિકલાંગો દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું







આજે ત્રીજી ડીસેમ્બર એટલેકે વિશ્વ વિકલાંગ દીવસ.વિકલાંગો સહજ રીતે પોતાનું કામ નથી કરી શકતા ત્યારે આજે આ ખાસ દિને પાલીતાણા ખાતે ૩૦૦ જેટલા વિકલાંગો દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરી ને દેશ ના વડાપ્રધાન મોદી ના સ્વચ્છતા અભિયાન માં સહભાગી બન્યા હતા,કદાચ સૌપ્રથમ કહી શકાય એવી આ વિકલાંગો ની સાફા સફાઈ ઝુંબેશ જૈન મુનીઓના સાથ સહકાર થી યોજવામાં આવી હતી.જયારે આ કાર્યક્રમ માં મુખ્ય આમંત્રિત મહેમાનો એવા ન.પા ચીફ ઓફિસર અને ડે,કલેકટર  સ્વચ્છતા મિશન માં મોદી નું અપમાન કરતા હોય તેમ હાજર રહ્યા ના હતા.

આજે વિશ્વ વિકલાંગ દિન ની પાલીતાણા ખાતે અનેરી ઉજવણી કરવામાં આવી હતી.પાલીતાણા તળેટી ખાતે ક્રાંતિ પરિવાર આયોજિત અને જૈન મુની વિરાગસાગર મહારાજ દ્વારા ૩૦૦ જેટલા વિકલાંગો નું આજના દિવસે ખાસ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ ૩૦૦ જેટલા વિકલાંગો સાફ સફાઈ અભિયાન માં જોડાયા હતા અને તળેટી થી શહેર ના મુખ્ય રાજ માર્ગ ની સાફા સફાઈ કરી હતી.પાલીતાણા એ જૈનો નું પવિત્ર યાત્રાધામ છે.ત્યારે અહી ની ન.પા દ્વારા આ શહેર ની પુરતી સાફ સફાઈ કરવામાં ના આવતી હોય અને આ અહિંસા નગરી બનવા જઈ રહેલું પાલીતાણા ગંદકી થી ખદબદતું હોય ત્યારે તંત્ર ની પરવા કર્યા વગર લોકો દ્વારા જ આ ખાસ દિને સાફસફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.જેમાં જૈન મુનીઓ દ્વારા પાલીતાણા કેવું હોય અને કેવું બનવું જોઈ એ તે અંગે લોકો ને કહ્યું હતું અને તેના સમર્થન માં ઉપસ્થિત વિકલાંગો દ્વારા સમર્થન આપી પાલીતાણા ને ગંદકી મુક્ત બનાવવા માં જોડાયા હતા.

વિશ્વ વિકલાંગ દિને આયોજિત વિકલાંગો દ્વારા સાફસફાઈ અભિયાન માં પાલીતાણા નગરપાલિકા ચીફ ઓફિસર બી.આર.બરાળ અને ડે.કલેકટર પાલીતાણા ને મુખ્ય આમંત્રિત મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હોય ત્યારે આ બંને અધિકારી અને પદાધિકારી ને તેની કોઈ પરવા જ ના હોય તેમ આ કાર્યક્રમ માં ડોકાયા ના હતા.સ્વચ્છતા મિશન એ દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું દિવ્ય સ્વપ્ન છે ,જેમાં નામાંકિત કલાકારો થી લઇ ને આમ આદમી સુધી ના લોકો સહજ ભાવે જોડાય ને દેશ સ્વચ્છ બને તેવી આશા કરી રહ્યા છે ત્યારે આ આમંત્રિત બંને મહાનુભાવો દ્વારા વડાપ્રધાન ના સ્વચ્છતા મિશન નું અપમાન કરતા હોય તેમ આ કાર્યક્રમ માં હાજર રહ્યા ના હતા.જો કે તેની કોઈ પરવા ના કરી ને જૈન મુની દ્વારા  તેમના આ સાફસફાઈ અભિયાન ને પૂર્ણ કર્યું હતું.આવા ખાસ મોકા પર કે જેમાં વિકલાંગો દ્વારા સાફા સફાઈ કરવામાં આવનાર હોય તેને પ્રોત્સાહિત કરવાના બદલે આ લોકો એ તેને નજરઅંદાજ કરતા હોય તેમ લોકો કહી રહ્યા હતા.

મોદી ના સ્વચ્છતા મિશન માં હજુ સુધી પુરતી લોક જાગૃતિ ના કારણે સફળતા મળી નથી.નેતાઓ દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત અનેક વાર ખાલી ફોટોશેસન કરાવતા હોય તેવો ભાસ લોકો ને થયો છે.હકીકત માં આવા નેતાઓ કે અધિકારીઓ કે પદાધિકારીઓ ને સાફસફાઈ અભિયાન માં કોઈ જ રસ ના હોય તેવું લાગી રહ્યું છે.જયારે ક્રાંતિ પરિવાર દ્વારા આ વિકલાંગો દ્વારા સાફસફાઈ અભિયાન માંથી આવા લોકો ને પ્રેરણા લેવી જોઈ કે જેને ભગવાને સ્વસ્થ બનાવ્યા છે તેમ છતાં તેઓ દેશ માટે કઈ કરી શકતા નથી જયારે આ વિકલાંગો નું આ સફાઈ અભિયાન આવા લોકો માટે એક ટકોર છે .



the Gandhinagar News


1 ટિપ્પણી: