BREAKING

વિશ્વ વિકલાંગ દિવસે જ વિકલાંગો દ્વારા વિવિધ પ્રશ્ને અધિક કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું



ત્રીજી ડીસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ આજે વિવિધ સંસ્થાઓ સંગઠનો તેમજ સરકાર દ્વારા આજે  વિવિધ રીતે વિકલાંગોના હિત માટે વિવિધ કાર્યક્રમો કરીંને વિકલાંગ દિવસની ઉજવણી ભારે ઉત્સાહ પૂર્વક કરવામાં આવતી હોય છે પરંતુ ભાવનગરનાં વિકલાંગોને તો પોતાના હક અને અધિકાર માટે આજના દિવસે પણ લડત આપવી પડી રહી છે.

આજે વિકલાંગ દિવસની ચારેતરફ ખુબજ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી છે, સરકાર દ્વારા પણ વિકલાંગને દિવ્યાંગ જેવું સારું નામ આપીને નવાજવામાં આવ્યા છે પરંતુ વિકલાંગોના આધિકારની વાત આવે ત્યારે સાચી રીતે કાંઈજ જોવા મળતું નથી, આને તેનો વરવો નમુનો આજે જોવા મળ્યો ભાવનગર માં, જ્યારે આજે વિકલાંગો માટે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે ભાવનગરનાં વિકલાંગ ક્રાંતિ સંગઠન દ્વારા વિક્લાગનોનાં વિવિધ પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં વિકલાંગો એકઠા થઈને કલેકટર કચેરી દોડી ગયા હતા અને અધિક કલેકટર ને પોતાના વિવિધ પ્રશ્ને અંગે આવેદન પાઠવ્યું હતું.


ખાસ કરીને વિકલાંગોની સમસ્યા અંગે વાત કરીએ તો ભાવનગરમાં આવેલ મોટાભાગની સરકારી ઓફિસો માં વિકલાંગોને માટે લીફ્ટની વ્યવસ્થા નથી. તેમજ શહેરનાં બાગ બગીચામાં વિકલાંગો જઈ શકે તે માટે ની કોઈ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી નથી. આ ઉપરાંત મુક બધીર અને માનસિક વિકલાંગનાં સહાયક નીઓ ટીકીટ લેવાના પરિપત્રનો વિરોધ દર્શાવાયો હતો. સહાયમાં વધારો, સંસદમાં વિકલાંગ ધારો જલ્દી થી રજુ કરવામાં આવે. વિકલાંગો માટે આલગ આયોગનો રચના કરવામાં આવે રાજકીય અનામત આપવામાં આવે, વિકલાંગોને શહેરમાં પ્લોટ ફાળવવામાં આવે, તેમજ સરકારી કચેરીમાં ઓપરેટરમાં વિકલાંગોને આગ્રીમતા આપવામાં આવે તેવી અનેક સમસ્યાને લઈને આજે વિકલાંગો કલેકટર કચેરી ખાતે જઈ અને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો