BREAKING

એક એવું ગામ કે જ્યાં આજદિન સુધી થઈ નથી ગ્રામપંચાયત ની ચુંટણી.



અરવિંદ રાઠોડ-પાલીતાણા

હાલ ગ્રામ પંચાયત ની ચુંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક બે ગામો ને બાદ કરતા મોટાભાગના ગામોમાં ચુંટણી માટે ખરાખરીનો  જંગ જામ્યો છે, સરપંચ અને સભ્યપદ માટે મોટી સંખ્યમાં દરેક ગામો માંથી ફોર્મ ભરાયા છે, વિધાનસભા કે લોકસભાની ચુંટણી જેવો માહોલ ગામડાઓમાં જોવા મળી રહ્યો છે, પરંતુ ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાનું એક એવું ગામ છે છે કે જ્યાં આજ દિન સુધી સરપંચ ની ચુંટણી થઈ નથી, આજે પણ રજવાડાના સમયના આદેશ ને દેવ આદેશ માની ને ગામ લોકો ગામના ચોરે બેસી અને જે વ્યક્તિને નક્કી કરે તે ગામનો સરપંચ, ત્યારે વર્ષે મહિલા અનામત હોય ગામલોકો દ્વારા નક્કી કરેલ મહિલાને સરપંચ પદ સોપવામાં આવ્યું છે,

પાલીતાણા તાલુકાનું  એક માત્ર રાજપરા ગામ કે જ્યાં ગ્રામપંચાયતો ની ચુંટણી થઇ નથી અને વખતે પણ સમરસ ગામ તરીકે  જાહેર કરાયું છે,પાલીતાણા સ્ટેટમાંથી ભાયાત ગામો તરીકે સાજણાસર  અને રાજપરા (ઠાડચ) લઇ ને ઉતરેલા અલુજી નોધણજી ગોહિલ વંશજ નું ગામ આજે ૧૧૦૦ ની વસ્તી ધરવતા બહોળા પરિવારથી વિકસ્યું છે, ગામ ના તમામ પરિવાર ના સભ્યો આજે પણ અલુજી ગોહિલને દેવ પુરુષ માની ગામના ચોરા માંથી જે કઈ આદેશ મળે છે તે અલુજી ગોહિલ નો આદેશ માની વર્તે છે જે ગામ ની એકતા અને સપ નું ઉદારણ પુરૂપાડે છે

પાલીતાણા થી ૨૨ કિમી જેટલું દુર આવેલું છે રાજપરા ગામ કે જ્યાં ગુજરાત રાજ્ય ની પંચાયત રાજ્યની સ્થાપના થી આત્યાર સુધી એક પણ વખત ગ્રામપંચાયત ની ચુંટણી યોજવા માં આવી નથી ગ્રામજનો ની સરપંચ તરીકે ની જાહેરાત કરવા ની એક ખાસ વિશેષતા જોવા મળે છે કે ગામ ના ચોરે આખા ગામ ના વડીલો અને યુવાનો ભેગા મળી આગામી પાચ વર્ષ સરપંચનું સુકાન કોને સોપવું છે તે નક્કી કરે છે, ચોરે જે કાઈ નક્કી થાય તે લોઢાંમાં લીટા સમાન નિર્યણ ગણાયછે તેનું કોઈપણ વ્યક્તિ ઉલંઘન પણ કરી શકતા નથી ગ્રામજનો રાજપરા ગામ ના વિકાસ સાથે ગામની એકતા કાયમ ટકી રહીછે ગામની એકતા અને સંપ માટે આજુબાજુના વિસ્તારમાં કાયમ માટે પંકાયેલું નાનકડું એવું રાજપરા ગામ સુંદર ગામ બની રહ્યું છે.

રાજપરા ગામમાં ક્યારેય રાજકીય પક્ષનાં ભાજપ કે કોગ્રેસ નાં રંગે રંગાયું નથી તેમ છતાં તાલુકા જીલ્લા પંચાયત કે ધારાસભા સંસદ ની ચુંટણીઓ માં ગામ લોકો ની લોકશાહીની જગૃતાને કારણે ૯૦ % ની આસપાસ મતદાન થાય છે ગામલોકો નો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુ પાલન નો છે સરકારી કોઈ યોજનાઓ કે લાભ માં હમેશા અગ્રેસર રહ્યું છે ત્યારે આવખત ની ગ્રામપંચાયત ની ચુંટણી નહી યોજીને સમરસ ગ્રામપંચાયત નાં સરપંચ તરીકે નું સુકાન ગોહિલ રમીલાબા પ્રવીણસિહ ને જાહેર કરાયા છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો