BREAKING

ભાવનગર માં વાઘવાડી રોડ પર આવેલ સીએ ને ત્યાં ઇન્કમ ટેક્ષના દરોડા


નોટબંધી બાદ કાળુંનાણું ધરાવતા લોકો પોતાના રૂપિયા ને વ્હાઈટ કરવા વિવિધ પેતરા અજમાવતા હોય છે.જેને લઈને આઈટી વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ પર રેડ કરવામાં આવી રહી છે .ત્યારે આજે ભાવનગર ના એક સી.એ ના ત્યાં રાજકોટ થી આઈટી ની ટીમ ત્રાટકી હતી .અને તપાસ હાથ ધરી છે .

નોટબંધી બાદ કાળુંનાણું ધરાવતા લોકો માં ફફડાટ વ્યાપી ગયો છે.અને આવા લોકો તેમના બ્લેકમની ને વાઈટ કરવા વિવિધ પેતરા અજમાવી રહ્યા છે .જેમાં પણ ખાસ કરી ને સી.એ નું માર્ગદર્શન લેવામાં આવી રહ્યું છે .જયારે અનેક સી.એ પણ પોતાની દુકાનો ખોલી ને બેસી ગયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે .ત્યારે આવા લોકો સામે આઈ.ટી વિભાગ દ્વારા ખાસ તપાસ કરવામાં આવી રહી છે.જેમાં રાજકોટ આઈ.ટી વિભાગ ને મળેલી માહિતી ના આધારે આજે શહેર ના વાઘાવાડી રોડ પર ના કૃષ્ણદર્શન કોમ્પ્લેક્ષ માં ૨૦૪ નંબર ની દુકાન ધરાવતા  સી.એ. શ્રીપાલ વોરા ને ત્યાં આ.ટી વિભાગ ત્રાટક્યું હતું અને ત્યાં રેડ કરી તપાસ હાથ ધરી છે .જોકે આ અંગે નો કોઈ આંક બહાર આવ્યો નથી . પરંતુ આ બનાવ ના પગલે ભારે ચકચાર મચી જવા પામી છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો