BREAKING

પરમાણુ સહેલી દ્વારા ઉર્જા સ્ત્રોત અંગે જાગૃતિ મહારેલી યોજાઈ.


ભાવનગર બ્યુરો

ભારત એ વિકાસશીલ દેશ છે અને જેને અન્ય વિકસિત દેશોની હરોળમાં લાવવા માટે જરૂરી ઉર્જા સ્ત્રોત્ર અનિવાર્ય છે .ભારતમાં ઉર્જા સ્ત્રોત્ર માટે જરૂરી પરમાણું મથકો સ્થાપવા માં સરકાર સામે વિવિધ લોકો ભારે વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ કરતા લોકોમાં જાગૃતિ લાવવા નું કામ પરમાણું સહેલી ડો.નીલમ ગોયલ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે નિલમબાગ પેલેસ ખાતે થી એક વિવિધ ઉર્જા સ્ત્રોત્ર અંગે રેલી યોજાય હતી જેમાં મહારાજા–મેયર-એન.સી.સી કેડેટ્સ અને શાળાના બાળકો જોડાયા હતા.

વિકાસશીલ દેશ ભારત ને અન્ય વિકસિત દેશોની હરોળમાં લાવવા માટે વિપુલ પ્રમાણમાં ઉર્જા ઉત્પાદન જરૂરી છે. કોઈપણ કાર્ય માટે ઉર્જા(વીજળી) જરૂરી હોય ત્યારે હાલ કોલસા-સોલાર-પાણી અને હવા અને અણુઉર્જા મથકો મથકો દ્વારા વીજળી પ્રાપ્ત કરવામાં આવે છે. વિશાળ દેશ ની વિશાળ વસતી ના પ્રમાણમાં આ ઉર્જા પર્યાપ્ત ના હોય દેશમાં વધુ ઉર્જા માટે  અણુઉર્જા મથકો લગાવવામાં આવી રહ્યા છે.પરંતુ જે વિસ્તારમાં આવા અણુઉર્જા મથકો સ્થાપવામાં આવે છે ત્યાં ખોટી માહિતી અને ખોટા પ્રચારના કારણે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.ત્યારે આવા વિસ્તારના લોકોમાં અણુઉર્જા મથકો પ્રત્યે જાગૃતિ આવે  તે માટે પરમાણું સહેલી ડો.નીલમ ગોયલ દ્વારા લોક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે .જે અંતર્ગત આજે એક મહારેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.રાજવી પરિવારના નિલમબાગ પેલેસ ખાતે થી આ રેલી નો પ્રારંભ થયો હતો જેમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ-મેયર નીમુબેન બાંભણિયા- એન.સી.સી ની ત્રણેય વિંગ ના કમાન્ડર-કેડેટ્સ-શાળાના બાળકો જોડાયા હતા.ઉર્જા જાગૃતિ અંગે સંદેશ આપતા બેનરો સાથે બાળકો રેલીમાં જોડાયા હતા.જે રેલી શહેરના અનેક માર્ગો પર ફરી હતી અને લોકોમાં ઉર્જા અંગે જાગૃતિ ફેલાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતા.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો