એકાદશીએ હિંદુ સંપ્રદાય માટે ખુબજ પવિત્ર તિથી છે
.વર્ષ માં આવતી તમામ એકાદશી માં કારતક સુદ એકાદશીને દેવઊઠી એકાદશી કહેવામાં આવે
છે.આ એકાદશી ના દિવસે તુલસી વિવાહ યોજવામાં આવે છે.આજે ભાવનગર માં જીલ્લા સહીત
શહેર માં તુલસી વિવાહની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે.જેમાં ખાસ
કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા પ્રેરિત પ્રકૃતિધામ વાણીયાવાડી ખાતે તુલસી વિવાહ
ની અનેરી ઉજવણી કરવામાં આવી હતી.
આજે દેવ ઉઠી અગિયારસ એટલેકે સૌથી મોટી અગિયારસ.આજ ના દિવસે ભગવાન ના લગ્ન થાય છે અને અને આવતી કાલ થી લગ્ન ગાળા નો ફરી ધામધૂમ પૂર્વક પ્રારંભ થશે ત્યારે આજે પાલીતાણા ના વાણીયાવાડી ખાતે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા દ્વારા તુલસી વિવાહ નું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું .એકદમ પછાત વિસ્તાર ગણાતો પરંતુ પ્રકૃતિધામ વાણીયાવાડી ખાતે આજે મનસુખ માંડવીયા દ્વારા તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઠાકોરજી ની જાન મનસુખ માંડવીયા ના વતન એવા હળોલ થી વાણીયાવાડી આવી હતી જયારે માતા તુલસી પણ મણાર ગામે થી લગ્ન માટે અહી આવ્યા હતા.જેમાં જાનૈયા નું અનેરું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ધામધૂમ પૂર્વક લગ્ન ની ઉજવણી કરી હતી. ભારતીય સંસ્કૃતિમાં કાર્તિકી એકાદશી ના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. તુલસી હિન્દુ સમાજમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.તુલસીના છોડને શાલીગ્રામ ભગવાન (વિષ્ણુ) સાથે પરણાવવામાં આવે છે. જેમને કન્યા સંતાન ન હોય તેવાં દંપતીઓ યજમાન બનીને તુલસીરૂપે કન્યાદાન પણ કરે છે.અને પોતાની દીકરી ને આપે તેવો કરિયાવર પણ ગોર મહારાજ ને આપવામાં આવે છે.
આ ઉપરાંત ભાવનગર શહેર અને જીલ્લા માં વિવિધ મથકો પર
તેમજ કાળીયાબીડ,ડાયમંડ ચોક,સંસ્કાર મંડળ
જેવા વિવિધ વિસ્તારો માં તુલસી વિવાહ ની ધામધૂમ પૂર્વક ઉજવવા માં આવ્યો છે ધામધૂમ
પૂર્વક ઠાકોરજી ની જાન જોડી હતી .બેન્ડ વાજા અને ડી.જે ના તાલે ભક્તો જોડાઈ ને
ઠાકોરજી ની જાન માં ગયા હતા. ભક્તો ઠાકોરજી અને માં વૃંદા (તુલસી) ના વિવાહ માં
જોડાયા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો