બ્યુરો રિપોર્ટ- ભાવનગર
૫૦૦ અને હાજર ની નોટ બંધ થયા બાદ એમ હતું કે બેત્રણ દિવસ બાદ લોકો નો ધસારો ઓછો થશે પરંતુ પરિસ્થતિ ઉલટી થઈ રહી છે અને લોકો નો ધસારો વધી રહ્યો છે સામે બેંકો તેમને પહોચી વળવા સક્ષમ નથી અને જરૂર પુરતી નવી નોટો પણ ભાવનગર માં આવતી ના હોય બપોર થતા જ મોટા ભાગની બેન્કોમાં નોટો ખૂટી જતા કાઉન્ટર બંધ કરવાની ફરજ પડી રહી છે જેના કારણે લોકો માં રોષ પણ વધી રહ્યો છે.
જે પ્રમાણે સરકાર દ્વારા ૫૦૦ ની અને ૧૦૦૦ ની નોટો બંધ કરવાનો નિર્ણય લીધો તે પ્રમાણે લોકોની નવી નોટો કેમ પહોચશે તે અંગે આયોજન ના થતા હાલ લોકોને નોટો બદલવા માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નોટો બદલવાના આજે ત્રીજા દિવસે પણ ખાસ કરીને ભાવનગરમાં લોકોની મુશ્કેલીઓ દિવસો સાથે વધી રહી છે. આજે પણ એટીએમ ચાલુ ના થતા લોકોને ખિસ્સામાં જીવનજરૂરી વસ્તુઓ લેવા માટે પણ નાણા ન હોય તેઓ વહેલી સવારથી જ નવી નોટો લેવા માટે લાઈનો લગાવી ને ઉભ રહી જાય છે, ત્યારે મુક બેન્કોમાં બે દિવસ પડેલી હાલાકી બાદ રકમ જમા કરવા માટે ની અલગ તેમજ નોટો બદલાવની અલગ એમ લાઈનો કરી દદેવામાં આવી છે પરંતુ સરકારી બેન્કોના કર્મચારી ની જે કામ કરવાની ગોકળગાય ની ગતિ છે તે લોકો માટે માથાના દુખાવા સમાન છે.
જ્યારે બીજી બાજુ ભાવનગર ની મોટા ભાગની બેન્કોમાં બેન્કોના સમય પહેલા જ નવી નોટો નો સ્ટોક ખૂટી જવાથી એવી પરિસ્થિતિ નું સર્જન થાય છે કે ચા પાંચ કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ જ્યારે વારો આવે ત્યાં જ બેંક માં રકમ ખલાસ થઈ ગઈ હોય આવા સંજોગોમાં પારો સાતમે આસામને પહોચી જાય તે સ્વાભાવિક છે. ભાવનગર માં જે પ્રમાણે નોટો ની નવી નોટો ની જરૂરિયાત છે તે મુજબ રિજર્વ બેંક દ્વારા રોજે રોજ નોટો મળતી ન હોવાથી બેન્કોમાં સ્ટોક સમય પહેલા ખાલી થઈ જાય છે અનેઅને તેનો ભોગ લોકોને બનવું પડે છે.
જ્યારે અમુક અમુક બેન્કોમાં તો એવા દર્શ્યો જોવા મળ્યા કે લોકો બહાર તડકાના ચાર ચાર કલાક થી લાઈનો લગાવીને ઉભા છે તો બેકમાં કેશિયર ચા ચૂસકી લેવામાં મસ્ત છે. તો અમુક બેન્કોમાં તો સ્ટાફ રજા મુકીને હરવા-ફરવામાં મસ્ત છે જેના કારણે માત્ર બે કે ત્રણ જ કાઉન્ટર ખોલવામાં આવ્યા હોય છે, આવા સંજોગોમાં બેંક ના સમયગાળા દરમિયાન માત્ર બસ્સો થી અઢીસો લોકો નો જ વારો આવી શકે છે. આમાં દિવસો ટૂંકા હોય અને બેંકો અને બેન્કોના કર્મ્ચારીની મનમાની થી પણ લોકો પરેશાન થઈ ગયા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો