BREAKING

પાલીતાણા ના મોખડકા ગામે આવેલ જલાલુદીન બાબા ની દરગાહ માં તુલસી વિવાહ નું આયોજન

આજના સમય માં હિંદુ અને મુસ્લિમ સમાજના લોકો એકબીજા ના તહેવારો માં સહભાગી થઇ ને કોમી એકતા ના દર્શન કરાવી રહ્યા છે.ત્યારે આજે દેવદિવાળી ના પર્વે પાલીતાણા ના મોખડકા ગામે આવેલ જલાલુદીન બાબા ની દરગાહ માં તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઠાકોરજી ની જાન મોખડકા ના એક હિંદુ પરિવાર ના ઘરે થી જોડાય હતી જયારે માતા વૃંદા નું કન્યાદાન હિંદુ પરિવાર ની સાથે જોડાય અને દરગાહ ના મુંજાવરે કર્યું હતું અને આપસી ધાર્મિક ભાવના ને પ્રજ્વલિત કરી હતી.

આજે દેવ ઉઠી અગિયારસ એટલેકે કે ઠાકોરજી ના માં વૃંદા સાથે ના લગ્ન .આજે સમગ્ર રાજ્યભર માં માતા તુલસી અને ઠાકોરજી ના લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આજે એક અનોખી કહી શકાય તેવા સ્થળ પર ઠાકોરજી અને તુલસી ના લગ્ન યોજાયા હતા .પાલીતાણા તાલુકા ના મોખડકા ગામે આજે આવેલી જલાલુદીન બાબા ની દરગાહના મુંજાવર દ્વારા દરગાહ માં આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોખડકા ગામ ના એક  હિંદુ પરિવાર ને ત્યાંથી ઠાકોરજી ની જાન જોડાય હતી જયારે અન્ય હિંદુ પરિવાર દ્વારા માતા વૃંદા નું કન્યાદાન કરવામાં આવ્યું હતું.જો કે આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન જલાલુદીન બાબા ની દરગાહ ના મુંજાવર મહમદશા રફીકશા દ્વારા કરવામાં આવ્યું હોય અને હિંદુ મુસ્લિમ પરિવારો વચ્ચે આપસી લાગણી અને ધાર્મિક ભાવના માં વધારો થાય જેથી હિંદુ પરિવાર ની સાથે બેસી ને તેમને પણ કન્યાદાન કર્યું હતું .જે બાબત એક સૌનું ધ્યાન ખેચે તેવી છે .આમ આ અનોખી પહેલ કે જેમાં દરગાહ માં માતા વૃંદા ના લગ્ન ઠાકોરજી સાથે થયા હતા .

કદાચ પહેલો એવો કિસ્સો હશે જેમાં ઠાકોરજી ના લગ્ન દરગાહ માં થયા હોય જે બાબત આગામી સમય માં હિંદુ-મુસ્લિમ પરિવારો માટે એક બીજા ની ધાર્મિક ભાવના ને જોડવા માં ઘણી મદદ રૂપ બનશે .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો