BREAKING

પાલીતાણામાં રૂપિયાની રામાયણ.....પોસ્ટ માસ્ટરે પૈસા ભરવા ગયેલ યુવક ને ઠપકાર્યો

રીપોર્ટ બાય-કુણાલ બારડ-પાલીતાણા



પાંચસો અને હજાર ની નોટો બંધ થયા બાદ તેને લઈને ઘણી જગ્યાએ બાબલો થયાની ઘટનાઓ સામે આવી છે ત્યારે આ રૂપિયાની રામાયણ પાલીતાણામાં પણ જોવા મળી, પાલીતાણામાં તો પોસ્ટમાં જૂની નોટો જમા કરાવવા ગયેલ એક યુવક ને પોસ્ટ માસ્ટરે સગા સબંધીઓ સાથે મળી ને ઢીબી નાખ્યાના ની ઘટન બની છે, જો કે યુવકને મુંઢમાર માર્યો હોય તેને સારવાર માટે પાલીતાણા હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે,


જૂની ચલણી નોટો ને લઈને બબાલો મચી રહી છે, હજુ નોટો બદલવાના પ્રથમ દિવસેજ જ સિહોરમાં એક બેન્કના કાચ તોડ્યા ની ઘટના તેમજ એસટી ના કંડકટર સાથે જૂની નોટ બાબતે પેસેન્જર ને બબાલ થયાની ઘટના બની હતી ત્યાજ વળી આજે પાલીતાણા ના આકોલાળી ગામે પોસ્ટ ઓફિસમાં રકમ જમા કરાવવા ગયેલ યુવક ને પોસ્ટ માસ્ટર અને તેના સગા-સબંધીઓએ એ ભેગા મળી ને ઢીબી નાખતા હોબાળો મચી ગયો હતો. સમગ્ર ઘટના ની વિગત જોઈએ તો પાલીતાણા ના તાલુકાના આકોલાળી ગામે આજે પોસ્ટ ઓફીસ ખુલતા જ ગામનો જ યુવક દિનેશભાઈ લાઠીયા પોતાના પોસ્ટ ઓફીસમાં પોતાના ખાતામાં જૂની ચલણી નોટો લઈને જમા કરાવવા ગયેલ જ્યાં પોસ્ટ માસ્ટરે તેને નાં પાડતા યુવકે નોટો લઈ લેવાની જીદ કરતા ઉસ્કેરાયેલા પોસ્ટ માસ્ટરે સગા-સબંધીઓને બોલાવી અને તેની સાથે મળી યુવકને ઢીકા પાટું ના માર મારી મુંઢ મારા મારતા તેને તાકીદે સારવાર માટે પાલીતાણા માંનસીહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આમ હવે આ રૂપિયા ની રામાયણ કયા જઈ ને અટકશે.....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો