BREAKING

પ્રજા પરેશાન , ભાજપ સમજે શાન .......




આજે ભાવનગરમાં ભાજપ ના નેતાઓ દ્વારા નવી નોટો ના વધામણા કરવામાં આવ્યા હતા તેમજ મનપા દ્વારા એક દિવસ માટે બાકી ટેક્ષ વસુલાત માં બંધ કરવામાં આવેલી ૫૦૦-૧૦૦૦ ની નોટ સ્વીકારવાની જાહેરાત કરી છે .જેમાં સૌપ્રથમ તો શહેર ભાજપ પ્રમુખ-મેયર અને સંસદીય સચિવ દ્વારા મોદી ના આ કાળાધન ને નાબુદ કરવાના અત્યંત મહત્વપૂર્ણ પગલા ને આવકારી એક બીજા ને મો મીઠા કરાવ્યા હતા .જો કે દરેક મોટી જાહેરાત વખતે ફટાકડા ફોડી ને ઉજવણી કરતા ભાજપ ના નેતાઓ કે કાર્યકરો આ વખતે કેમ ફટાકડા ના ફોડ્યા તે બાબતે લોકો એ એક ટોણો પણ માર્યો હતો.

              ૮ નવેમ્બર એટલેકે કે દેશમાં કાળુંનાણું ધરાવતા લોકો માટે નો કાળો દિવસ.આ દિવસ ની મોદી ની આર્થિક સર્જીકલ સ્ટ્રાઈક ની જાહેરાત થી ગરીબ અને સામાન્ય લોકો ને ફેર બહુ નથી પાડ્યો પરંતુ કાળુંનાણું ધરાવતા લોકો માં સન્નાટો જરૂર પ્રસરી ગયો છે .ત્યારે આજે ભાવનગર મનપા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે આજના દિવસ માં રાત્રી ના ૧૦ વાગ્યા સુધી ૬ બારીઓ પણ લોકો પોતાનો જુનો બાકી ટેક્ષ ૫૦૦ કે ૧૦૦૦ ની નોટ દ્વારા ભરી શકશે એટલેકે કે જૂની નોટો આજના દિવસ પુરતી સ્વીકાર્ય રહેશે.આ બાબતે આજે મનપા ના ગ્રાઉન્ડ માં એકઠા થયેલા શહેર ભાજપ પ્રમુખ-મેયર-સંસદીય સચિવ સહીત ના લોકો દ્વારા મોદી ના આ સાહસિક નિર્ણય ને આવકાર્યો હતો અને પ્રજા ને શાંતિ થી પોતાની પાસે રહેલ ૫૦૦ કે ૧૦૦૦ ના દર ની નોટ ને બેંક કે પોસ્ટ ઓફીસ માં બદલાવવા અનુરોધ કર્યો હતો.ત્યારબાદ એકબીજા એ મો મીઠા કરાવી ને આ નિર્ણય ને વ્યાજબી ગણાવી કહ્યું હતું કે આ નિર્ણય થી કાળુંનાણું ઘરાવતા લોકો-તેમજ આતંકવાદ-અને બનાવતી નોટો નો સફાયો થશે અને આગામી દિવસો માં ભારત માં અચ્છે દિન ની શરૂઆત થશે.

ત્યારબાદ યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ માં લોકો ને આજના દિવસ માટે મનપા દ્વારા બાકી ટેક્ષ પેટે ૫૦૦ અને ૧૦૦૦ ના દર ની નોટ સ્વીકારવાની જાહેરાત કરી હતી .જો કે ૮ તારીખે ૫૦૦ ને ૧૦૦૦ ની નોટ બંધ ની જાહેરાત બાદ ૩ દિવસ ની બેંક ની બહાર લાઈનો માં કોઈપણ રાજકીય પક્ષ નો કોઈ નેતા-પદાધિકારી કે કાર્યકર જોવા નથી મળ્યો તે બાબતે પૂછતાં મેયર સહજ રીતે આ જવાબ દેવાનું ટાળી દઈ મોદી ના આ નિર્ણય ની વાહવાહ બોલવા લાગ્યા હતા .

મનપા ના એક દિવસ ના આ નિર્ણય કે જેમાં ૫૦૦ કે ૧૦૦૦ ની નોટ સ્વીકારવા ની જાહેરાત કરી છે તેને લોકો એ વધાવી છે પરંતુ વધુ દિવસ માટે આ યોજના લંબાવવા અપીલ કરી છે જેને ગ્રાહ્ય રાખવામાં આવી નથી. જયારે તમામ મોટી જાહેરાતો વખતે ફટાકડા ફોડી ને ઉજવણું કરતુ ભાવનગર ભાજપ આ વખતે કેમ કોઈ ફટાકડા નથી ફોડતું તેવો પણ ટોણો લોકો એ નેતાઓ ને માર્યો હતો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો