BREAKING

લેબલ Ghogha સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Ghogha સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બાડી-પડવાના ખેડૂતો દ્વારા જીપીસીએલ ડમ્પિંગ સાઇટ મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઈ

સુરકા અને હોઇદડ ગામ વચ્ચે આવેલ ગૌચર તેમજ ખાનગી માલિકીની જમીન અચાનક 25 થી 30 ફુટ ઊંચી આવી જતા ગામલોકો માં ફફડાટ વ્યાપી ગયો છે. જે અંગે બાડી પડવા ગામના ખેડૂતો દ્વારા કલેકટર ને રજુઆત કરવામાં આવી.

ઘોઘા તાલુકાના બાડી ગામે આવેલ GPCL કંપની દ્વારા લિગ્નાઇટ પ્રોજેક્ટ ચાલુ છે ત્યારે કંપની દ્વારા માઇનિંગ કરી અને લિગ્નાઇટ કાઢવામાં આવે છે, માઇનિંગ નું ડમપિંગ કંપની દ્વારા હોઇદડ અને સુરકા ગામથી તેમજ બાડી પડવા ગામે ગામની નજીક કરવામાં આવ્યું છે, જે ડંપિંગ ની આજુબાજુમાં હોઇદડ, સુરકા,બાડી, પડવા સહિતના ગામ વચ્ચે આવેલ ગૌચરની તેમજ ખાનગી માલિકીની ખેતીની જમીન અચાનકજ કોઈ ભેદી ધડાકો થયા બાદ આપમેળે 25 થી 30 ફુટ જેટલી ઉપર આવી ગયેલ છે, જે અંગે રજૂઆત કરવા માટે બારી પડવા સહિતના ગામના ખેડૂતો આજે કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા અને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરાઇ હતી જોકે કલેકટર દ્વારા તેમને બાંહેધરી આપવામાં આવી છે કે એક ટીમ મોકલી ત્યાં સર્વે કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

ડમપીંગ સાઈટના કારણે જમીન માં ભેદી ધડાકા સાથે જમીન 30 ફૂટ ઊંચી આવી જતા લોકોમાં ફફડાટ

સુરકા અને હોઇદડ ગામ વચ્ચે આવેલ ગૌચર તેમજ ખાનગી માલિકીની જમીન અચાનક 25 થી 30 ફુટ ઊંચી આવી જતા ગામલોકો માં ફફડાટ વ્યાપી ગયો છે. જો કે ત્યાં જીપીસીએલ દ્વારા માઇનિંગ કરી અને ડમપિંગ કરવામાં આવતા નિયમ કરતા વધુ ડંપિંગ કરવામાં આવતા આ સ્થિતિ નું નિર્માણ થયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

ઘોઘા તાલુકાના બાડી ગામે આવેલ GPCL કંપની દ્વારા લિગ્નાઇટ પ્રોજેક્ટ ચાલુ છે ત્યારે કંપની દ્વારા માઇનિંગ કરી અને લિગ્નાઇટ કાઢવામાં આવે છે, જોકે માઇનિંગ પ્રોજેક્ટ શરૂઆત થઈ કંઈકને કઈક વિવાદોને વમળમાં રહયી છે, ખેડૂતો પર દમન કરી અને જમીન પર કબજો મેળવી માઇનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, હવે જ્યારે માઇનિંગ નશરું થતા બાદ તનું ડમપિંગ કંપની દ્વારા હોઇદડ અને સુરકા ગામથી આશરે 900 મિટર જેટલા અંતરે બનાવવામાં આવેલ છે, ડંપિંગ ની આજુબાજુમાં હોઇદડ અને સુરકા ગામ વચ્ચે આવેલ ગૌચરની તેમજ ખાનગી માલિકીની ખેતીની જમીન અચાનકજ કોઈ ભેદી ધડાકો થયા બાદ આપમેળે 25 થી 30 ફુટ જેટલી ઉપર આવી ગયેલ છે,જેના કારણે ગૌચરની જમીનમાં ડુંગર જેવા દ્રશ્યો સર્જાયા હતા.


જો કે આ રીતે અચાનક જમીન ઉંચી થઈ જતા જમીનોમાં મોટી.તિરાડો પડી ગઈ અને સપાટ જમીન અચાનક ડુંગમાં ફેરવાઈ જતા સુરકા અને હોઈદડ ગામના લોકો મુંજવણ માં મુકાઈ ગયા હતા. અચાનક જ જમીન ઊંચી આવી જતા ગામલોકોમાં ફફડાટ સાથે ભયનો માહોલ ફેલાયો છે,

અત્રે ઉલ્લેખનીય છે કે ગામલોકો ગૌચરની આ જમીનમાં પોતાના પશુઓને ચરાવવા જતા પણ ડરી રહ્યા છે,ત્યારે GPCL કંપની દ્વારા આ ડંપ ગામથી દૂર બનાવવામાં આવે અને ગૌચરની જે જમીન 25 થી 30 ફુટ ઊંચી આવી ડુંગર જેવી બની ગઈ છે તેને વ્યવસ્થિત કરવામાં આવે એવી માંગ સુરકા અને હોઇદડ ગામના લોકો દ્વારા કરવામાં આવી હતી અને સ્થાનિક થી રાજ્ય કળશ સુધી આ અંગે રજૂઆતો કરવામાં આવી છે.